ગુજરાત

gujarat

ETV Bharat / state

5200 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં રાધનપુરથી વધુ એક યુવક ઝડપાયો, દુબઈ મોકલતો હતો સીમકાર્ડ - Cricket Gambling - CRICKET GAMBLING

જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમનામાં કમિશનની લાલચ પેદા કરીને ક્રિકેટ સટ્ટા માટે બેન્ક એકાઉન્ટ ખોલાવવા જેની ઘણી ઓપરેન્ડી જોવા મળતી હોય છે. આવા જ ઐતિહાસિક 5200 કરોડના ક્રિકેટ કૌભાંડમાં સીમકાર્ડ દુબઈ મોકલવાની કામગીરી કરવાના આરોપમાં એક શખ્સને ઝડપી પડાયો છે.

5200 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં ઝડપાયો શખ્સ
5200 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં ઝડપાયો શખ્સ (Etv Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 7:13 PM IST

પાટણઃપાટણમાંથી તાજેતરમાં દુબઈ ખાતે ક્રિકેટ સટ્ટો રમાડતાં રાધનપુરના કમાલપુરના વતની અને વર્ષોથી દુબઈમાં રહેતો ભરત ચૌધરી પાટણમાં આવતા ભુજ સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડ્યો હતો. તેના મોબાઇલમાંથી 52.13 અબજના હિસાબો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી ત્યારે આ કેસમાં ભુજ સાઇબર ક્રાઇમ વધુ તપાસનો દોર ચલાવી રહી છે. જે દરમિયાન શુક્રવારે ક્રિકેટ સટ્ટા કાંડમાં રાધનપુરમાં રહેતા સાગર દયાળભાઈ લાલવાણી આજુબાજુના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની ઈન્સ્ટન્ટ કીટ અને સીમકાર્ડ મેળવી દુબઈ ખાતે ચાલતા ક્રિકેટનો સટ્ટા બજારમાં મોકલીને નાણાંનો ગેરકાયદેસર વ્યવહાર ભાડે પેટે આપતો હોઇ ભૂજ પોલીસે પકડી પાડયો છે. આ અંગે સાગર સહિત ત્રણ અન્ય વ્યક્તિ સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ સરહદી રેન્જ પોલીસે ફરિયાદ નોંધાવી છે.

ક્રિકેટ સટ્ટાકાંડ અંગે શું કહે છે પોલીસ? (Etv Bharat Reporter)

વોઈસ ચેટ પણ મળી આવ્યુંઃ સાયબર ક્રાઇમ સરહદી રેન્જ ભુજ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાધનપુર ખાતે રહેતા સાગર દયાળભાઈ લાલવાણી જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની ઈન્સ્ટન્ટ કીટ અને સીમકાર્ડ મેળવી દુબઈ ખાતેથી ચલવવામાં આવતા સટ્ટા ક્રિકેટના વ્યક્તિઓને ગેરકાયદેસર નાણા વ્યવહાર કરવા માટે ભાડે આપતો હોઇ તેમજ સાગરના મોબાઇલમાંથી હાલમાં ચાલી રહેલી વેસ્ટઈન્ડિઝ દેશમાં ચાલતી વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા ટુર ઓફ વેસ્ટ ઈન્ડિઝ, 2024 શરૂઆતથી અંત સુધી જીવંત પ્રસારણ દરમિયાન હારજીત પર 1XBOOK નામના એન્ડ્રોઇડ એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ નાખીને ઓનલાઈન ક્રિકેટ મેચ પર ઓનલાઇન પેમેન્ટ કરીને 1XBOOK પર થી 50,000 ભરીને આઇડી અને પાસવર્ડ મેળવવીને ક્રિકેટનો સટ્ટો રમતા-રમડતા રાધનપુર વારાહી રોડ પરથી ઝડપી પાડયો હતો. સાગરના મોબાઈલમાંથી તપાસ કરતા બિઝનેશ વોટ્સેપમાં ચેક કરતા સાગરના મિત્ર ધવલ ઠકકર બન્ને વચ્ચે થયેલું વોઇસ ચેટ મળી આવ્યું હતું.

એમ એસ ધોની અને જોનભાઈ નામના વ્યક્તિઓ કોણ?: સાગર દ્વારા ધવલ ઠકકરના કહેવાથી વિદેશી નંબર પર નાણાકીય વ્યવહાર કરવા માટે સાગરના મોબાઈલમાંથી જોનભાઈ નામથી સેવ કરેલા નંબરની વ્યક્તિને બેંક એકાઉન્ટ તમામ વિગતો મોકલી આપી હતી. તેમજ અન્ય એક મોબાઈલના વોટ્સેપ ચેક કરતા એમ.એસ.ધોની તેમજ જોનભાઇ નામ સેવ કરેલ નંબર પરથી હિસ્ટ્રી તેમજ વોઈસ ચેટ તપાસ કરતા મોબાઈલમાંથી 22 જેટલા ભાડા પેટે રાખેલ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ખાતા ખોલાવીને તેઓ દ્વારા દુબઈ ખાતે મોકલી આપવામાં આવેલ હોઇ સાયબર ક્રાઇમ સરહદી રેન્જ ભુજ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સાગર દયાળભાઈ લાલવાણી, ધવલ ઠક્કર, વિરેન ભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર, મિનેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

દુબઈથી આવતા ભરત ચૌધરીને ઝડપ્યો હતોઃ પાટણમાંથી તાજેતરમાં દુબઈ ખાતે ક્રિકેટ સટ્ટો રમાડતાં રાધનપુરના કમાલપુરના વતની અને વર્ષોથી દુબઈમાં રહેતો ભરત ચૌધરી પાટણમાં આવતા ભુજ સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડ્યો હતો. તેના મોબાઇલમાંથી 52.13 અબજના હિસાબો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે આ કેસમાં ભુજ સાઇબર ક્રાઇમ વધુ તપાસનો દોર ચલાવી રહી છે. જે દરમ્યાન શુક્રવારે ક્રિકેટ સટ્ટા કાંડમાં રાધનપુરમાં રહેતા સાગર દયાળભાઈ લાલવાણી આજુબાજુના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની ઈન્સ્ટન્ટ કીટ અને સીમકાર્ડ મેળવી દુબઈ ખાતે ચાલતા ક્રિકેટનો સટ્ટા બજારમાં મોકલીને નાણાંનો ગેરકાયદેસર વ્યવહાર ભાડે પેટે આપતો હોઇ ભૂજ પોલીસે પકડી પાડયો છે. આ અંગે સાગર સહિત ત્રણ અન્ય વ્યક્તિ સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ સરહદી રેન્જ પોલીસે ફરિયાદ નોંધાવી છે.

કોની સામે થઈ ફરિયાદઃઆ મામલામાં પોલીસ દ્વારા ભરત મુમજી ચૌધરી (રહે અમદાવાદ,), સૌરભ ચંદ્રાકર, અતુલ અગ્રવાલ, રોનક રમેશ પ્રજાપતિ જેઓ દુબઈ રહે છે અને દીલીપ કુમાર માધવલાલ પ્રજાપતિ મૂળ પાટણ અને હાલ રહે દુબઈ ઉપરાંત રવિકુમાર સીંગ કે જે મૂળ ઝારખંડના ધનબાદનો છે અને હાલ દુબઈ રહે છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

2050 સુધીમાં વિશ્વમાં 100 કરોડ લોકો થશે "બહેરા", જાણો ઈયરફોનથી કેટલું નુકસાન - Gandhinagar

હીરા બજાર પર બેરોજગારીનું તોળાતું જોખમ: તહેવાર પહેલા સ્થિતિ ન સુધારી તો કારખાના બંધ થશે? - Bhavnagar diamond market situation

ABOUT THE AUTHOR

...view details