ભુજના ખેડૂતોને રાસાયણિક ખાતરો યોગ્ય સમયે ન મળતા મામલતદારને રજૂઆત (Etv Bharat gujarat) કચ્છ:ભુજ તાલુકાના ખેડૂતોને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો યોગ્ય સમયે અને યોગ્ય જથ્થામાં ન મળતા ખેડૂતોએ ભુજ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે સમયસર ખાતર મળતા ના હોવાની તેમજ રાસાયણિક ખાતરની સાાથે ન જોઇતું હોય. તો પણ લિક્વિડ ખાતરની બોટલો અને દાણાદાર ખાતરો ફરજીયાતપણે ખેડુતોને ખરીદવાનો આગ્રહ રાખવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.
ખાતરના પ્રશ્નોને લઈને ખેડૂતોની રજૂઆત:કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં અંદાજિત 30,000 જેટલા ખેડૂતો છે. જેમને અલગ અલગ વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે. જેમ કે, સરકારી મંડળીઓ, એગ્રો બિઝનેસ સેન્ટર, એગ્રો સર્વિસ સેન્ટરો દ્વારા રાસાયણિક ખાાતરોનું વિતરણ કરવામાં આવે છે. ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે સમયસર ખાતર મળતા નથી અને જથ્થો પણ સમયસર ઉપલબ્ધ હોતો નથી. તેવું ભુજ તાલુકા કિસાન સંઘના ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું.
લિક્વિડ ખાતરની બોટલો ખરીદવાનો આગ્રહ: ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત જ્યારે ખેડૂતો રાસાયણિક ખાતર ખરીદવા જાય છે ત્યારે એવો કોઇ સરકારી પરિપત્ર નથી છતા જેને રાસાયણિક ખાતર ન જોઇતું હોય એની સાથે લિક્વિડ ખાતરની બોટલો અને દાણાદાર ખાતરો ફરજિયાતપણે ખેડૂતોને ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે બાબત અયોગ્ય છે અને ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે.
રાસાયણિક ખાતરોની વધારે જરૂરિયાત:ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાના પ્રમુખ કાનજી ગાગલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરના વિક્રેતાઓ અને ખાતર બનાવતી કંપનીઓની મીલીભગત હોય તેમ જણાઇ રહ્યું છે. ત્યારે તેનો ભોગ ખેડૂતો ન બને અને ખેડૂતોને ન્યાય મળે તેની સાથે વિક્રેતાઓ પણ પોતાની મનમાની ના ચલાવે તેવી માંગ ખેડૂતોએ મામલતદાર સમક્ષ કરી હતી. આ વર્ષમાં વરસાદ સારો પડવાના કારણે ખેડૂતોને નાઇટ્રોજન સહિતના રાસાયણિક ખાતરોની વધારે જરૂરિયાત ઉભી થાય છે. તેના કારણે જરૂર મુજબના ખાતર મળતા નથી. જેથી પરિણામે પાક નિષ્ફળ જવાની સંભાવના છે. ખાતરોનો જથ્થો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે.
શું છે ખેડૂતોને મુશ્કેલીનો પ્રશ્ન: ખેડૂતો પાસે અન્ય ખાતરની ખરીદીનો આગ્રહ રાખવામાં આવે છે. તે ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે. તો તેની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થાય તેમજ ખેડૂતોને બિન જરૂરી ખાતરની ખરીદી ન કરવી પડે તે માટે ખેડૂતોએ રજૂઆત કરી છે. આ ગંભીર પ્રશ્ન માટે કૃષિપ્રધાન અને ખેતીવાડી ખાતામાંથી માહિતી લઈને તે બાબતે યોગ્ય હલ કરવા પણ ખેડૂતોએ માંગ કરી છે. જો આગામી સમયમાં સરકાર દ્વારા આ અંગે કોઈ ચોક્કસ પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં આંદોલન સહિતના કાર્યક્રમો ખેડૂતો આપશે.
સરકાર સુધી વાત પહોંચાડવામાં આવશે:ખેડૂતોએ કરેલ રજૂઆત બદલ ભુજ તાલુકા મામલતદાર બી.એન.શાહે કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવશે. તેમજ સરકાર સમક્ષ પણ ખાતરની માંગ અંગે તેમજ ખાતરની ગુણવતા અંગે વાત પહોંચાડવામાં આવશે અને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
- સુરતમાં ચલાવવામાં આવતો દેહવ્યાપાર, ઉધના પોલીસે કુલ 5 લોકોની કરી ધરપકડ - Prostitution accused arrested
- ભુજના પ્રસાદી મંદિરે હિંડોળા સાથે વૈદિક ગુરુકુલમ પ્રદર્શનનું કરાયું આયોજન - Vedic Gurukulam Exhibition