ભાવનગરઃભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પોતાના ગામના લોકોના આરોગ્ય સાથે છેલ્લા અંદાજે 8 મહિનાથી ડોકટર બનીને છેતરતા શખ્સને SOG પોલીસે ઝડપી લીધો છે. મૂળ મહુવાના બોરડા ગામનો યુવાન બોગસ તબીબ બનીને એલોપેથી દવાઓ અને મેડીકલ સાધનો રાખી પ્રેક્ટિસ કરતો હતો. SOG પોલીસે ઝડપી ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર જિલ્લામાં આમતો બોગસ ડોક્ટર્સ ઝડપાતા રહ્યા છે, ત્યારે બોગસ ડોક્ટર્સ પણ જિલ્લા જેવા વિસ્તારને પસંદ કરતા હોય છે, જેથી કરીને તંત્ર કે પોલીસની ઝપેટે ચઢે નહીં. પરંતુ ભાવનગર એસઓજી પોલીસે મહુવા તાલુકામાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્યાંથી ઝડપાયો બોગસ ડોકટર જિલ્લામાં
ભાવનગર જિલ્લામાં અનેક બોગસ ડોક્ટર્સ ઝડપાયા છે. કોઈ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ ડોક્ટર્સની સામે તંત્ર અગાઉ પણ કાર્યવાહી કરતું આવ્યું છે, ત્યારે ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે મહુવા તાલુકાના નાના ખુટવડા ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. જો કે આ ડોક્ટર પાસે કોઈ ડિગ્રી ન હોય અને કોઈપણ પ્રકારની મંજૂરી ના હોવાને પગલે દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા એસ.ઓ.જી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.