ભાવનગર : કેન્દ્ર સરકારની ડિજિલોકર સેવાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પોતાના વાહન કર ઓનલાઈન સિસ્ટમને ડિજિલોકર સાથે ઇન્ટિગ્રેટેડ કરવામાં આવી છે. જેનો ફાયદો લોકો મફતમાં મેળવી શકે છે. ડિજિલોકર શું છે અને તેના શું ફાયદા છે, આવો જાણીએ આ અહેવાલમાં...
શું છે ડિજિલોકર સેવા ?ભાવનગર મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગના અધિકારી અરવિંદ મેરે જણાવ્યું હતું કે, ડિજિલોકર ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિક ફોર્મમાં આપણા દસ્તાવેજ સાચવવા હોય તો ખૂબ જ ઉપયોગી થાય છે. ભાવનગર મહાનગરપાલિકાની વાહન કરની સિસ્ટમની સાથે ડિજિલોકરને ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. જેથી વાહન કર ડિજિલોકરમાં સાચવી શકાય છે અને જ્યારે અધિકારી માંગે તો ડિજિલોકર મારફત આપી શકાય છે.
દસ્તાવેજો સાથે લઈને ફરવાની ઝંઝટમાંથી છુટકારો (ETV Bharat) શું દસ્તાવેજ માન્ય રહેશે ?ભાવનગર મહાનગરપાલિકાએ ડિજિલોકરને પોતાની વાહન કર સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટેડ કરતા હવે શહેરવાસીઓને તેનો સીધો લાભ મળશે. જોકે, લોકરમાં દસ્તાવેજ સાચવી શકાય પરંતુ આ દસ્તાવેજ જે તે કચેરીમાં માન્ય રહેશે ? આ સવાલનો જવાબ આપતા અધિકારી અરવિંદ મેરે જણાવ્યું હતું કે, ડિજિલોકરમાં સાચવેલા દસ્તાવેજ 100 ટકા માન્ય ગણવામાં આવે છે.
કયા કયા દસ્તાવેજો માટે માન્ય ?લોકો પોતાના પાકીટમાં પાનકાર્ડ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, ATM કાર્ડ વગેરે સાચવતા હોય છે. હવે પાકીટમાં અન્ય જરૂરી દસ્તાવેજો સાચવવાની જરૂર રહેતી નથી. લોકો ડિજિલોકરમાં રાખીને પણ ગમે ત્યાં દર્શાવે તો માન્ય રહેશે. જેથી લોકોને પોતાના દસ્તાવેજ ખોવાઈ જવાના કિસ્સામાંથી છૂટકારો મળશે. લોકો પોતાના મોબાઈલને પાકીટ બનાવી શકશે.
- ભાવનગરમાં ખેડૂત કલ્યાણ સંગઠન સરકાર સામે લાલઘૂમ
- હીરામાં લંબાયેલા વેકેશને રત્નકલાકારોને મુશ્કેલીમાં નાખ્યા