અંતે...ભાવનગર સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ ભાવનગરઃ અંતે...ભાવનગર સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ ગઈ, મનપાલિકા અને મજદૂર સંઘ વચ્ચે પીસાતી પ્રજાને રાહત. સફાઈ કામદારના સંઘની હડતાળના બદલામાં મહા નગર પાલિકાએ ભાડુઆતી કામદારોને સફાઈ કામ માટે મેદાનમાં ઉતાર્યા હતા. કમિશનરે એસમા કાયદાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે મજદુર સંઘ પણ મનપાને ટક્કર આપવા એકશન મોડમાં જોવા મળ્યો હતો.
ભાવનગર મનપા કમિશ્નરે બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ મુખ્ય બજારમાં કચરાના ઢગ ખડકાયાઃ ભાવનગર શહેરની મુખ્ય બજારમાં શાકમાર્કેટ વિસ્તારમાં સૌથી વધારે કચરો રસ્તા ઉપર જોવા મળ્યો હતો. રસ્તા ઉપર દુકાનદારો અને લારીચાલકોએ જાતે હાથમાં સાવરણા લેવાની ફરજ પડી હતી. ભાવનગરની શાકમાર્કેટ વિસ્તારમાં આડે દિવસે પણ કચરાના ઢગલા હોય છે, ત્યારે એક દિવસ સફાઈ કામદાર ન આવતા પરિસ્થિતિ ભયંકર થઈ હતી. સ્થાનિક દશરથસિંહ જાડેજા નામના નાગરિકે જણાવ્યું હતું કે, અહીંયા માર્કેટમાં ઢગલા ખડકાયા છે. હમણાં લારીવાળા આવશે અને જાતે સફાઈ કરશે. હડતાલ લાંબી ચાલશે તો સૌને જાતે સાવણા લેવા પડશે.
ભાવનગર મનપા કમિશ્નરે બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ ભાવનગર મનપા કમિશ્નરે બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ મહા નગર પાલિકામાં સ્વીપર્સ સ્ટ્રાઈકને લઈને અમે વધુ સફાઈ કામદારો આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. હાલમાં 90 જેટલા સફાઈ કામદારો આવી ચૂક્યા છે. આમ છતાં ગામડામાંથી પણ કામદારો લાવવાની અમારી તૈયારી છે. અમારો ટાર્ગેટ 300નો છે. જ્યારે 11 કાયમી સફાઈ કામદારો કામ પર આવેલા છે...ગૌતમ બારૈયા(ચિફ સેનેટરી ઈન્સ્પેક્ટર, ભાવનગર મનપા)
કમિશ્નરે રિટાયર્ડ થતા સફાઈ કામદારના પરિવારોને નોકરી આપવાનો ઠરાવ કરાવ્યો હતો તે હવે પાછો ખેંચી લીધો છે. કમિશ્નર એસ્મા લગાવવા વિચારી રહ્યા છે. અન્ય કામ કરતા લોકોને રોકવાનો વીડિયોઝ પણ સામે આવ્યા છે. જેના પર કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં બહારથી કામદારો લાવીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. ફાઈલ વિશે મને ખ્યાલ નથી પણ તેના વિશે જાણકારી મેળવીને નિકાલ કરશું. સફાઈ કામદાર આપણો પરિવાર છે નિયમ પ્રમાણે થતું હશે તો આપવામાં કોઈ વાંધો નથી...રાજુ રાબડીયા(ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, ભાવનગર મનપા)
કમિશ્નર સાથે અમારી મીટિંગ થઈ છે. જેમાં તેમણે ગાંધીનગર 2 વર્ષથી અટવાતી ફાઈલ ફરીથી દરખાસ્ત માટે મોકલવાની બાંહેધરી આપી છે. ફાઈલને મંજૂર કરાવવાના પ્રયત્નો પણ કરાશે. અશક્ત સફાઈ કામદારો માટે વીઆરએસની પણ દરખાસ્ત કરવામાં આવશે. આ ઉપરાંત 500 ઉપરાંત સફાઈ કામદારોની જગ્યા પર ભરતી પણ કરાશે. આ બાંહેધરીને પરિણામે અમે આજથી જ આજ ઘડીથી હડતાળ સમેટી લઈએ છીએ. જે પડતર કામો છે તેમાં સફાઈ કામદારો ફરજ ઉપરાંત વધુ 1 કલાક કામ કરીને પૂરા કરશે... વિજય ગોહેલ(મહામંત્રી, મહા નગર પાલિકા મજદુર સંઘ, ભાવનગર)
દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકાના સફાઈ કામદારો ઉતર્યા હડતાળ પર, તહેવાર સમયે ચારે બાજુ છવાયા ગંદકીના ઢગ
- ભરૂચ સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારો બે દિવસથી હડતાળ પર