ભાવનગર: ભાવનગર જીલ્લો ડુંગળી પકવવાનું પીઠું કહેવામાં આવે છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ ડુંગળીના રિટેલર પ્રમાણે ભાવ લોકો આપતા હોય છે. પરંતુ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને કિલોના કેટલા ભાવ મળે છે. તે કદાચ કોઈને ખ્યાલ નહીં હોય, ત્યારે ચાલો જાણીએ કે ડુંગળી કેટલાની મણ વેચાય છે અને ખેડૂતોને કેટલા કિલોના ભાવ ડુંગળીના મળે છે.
ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર મબલખ થવા પામ્યું છે. જિલ્લાના યાર્ડની સાથે ભાવનગર શહેરમાં આવેલા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે. જો કે ખેડૂતોને ભાવ હાલમાં ગુણવત્તા પ્રમાણે મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ડુંગળીની આવકમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવાઇ રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી યાર્ડમાં ડુંગળીની સ્થિતિ શું છે અને ભાવો શુ યથાવત રહેશે ? ચાલો જાણીએ
ભાવનગરમાં ડુંગળીની મબલખ આવક (ETV Bharat Gujarat) મબલખ આવક થતા આવક લાવવા પ્રતિબંધ મૂક્યો
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસની ડુંગળીની સ્થિતિને લઈને માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી આવક લેવાનું બંધ કરી દીધું છે. કારણ કે 60 થી 70 હજાર થેલા આવી જવાને કારણે યાર્ડમાં ભરાવો થયો હતો. જો કે તેમાંથી 20,000 થેલાની હજુ હરાજી બાકી છે. જ્યારે અન્ય ડુંગળીનું વેચાણ થઈ ચૂક્યું છે. ત્યારે ખેડૂતોને આગામી દિવસોમાં ડુંગળી લાવવા માટે જણાવવામાં આવશે.
ભાવનગરમાં ડુંગળીની મબલખ આવક (ETV Bharat Gujarat) ખેડૂતોની ડુંગળી કેટલાની કિલો વેચાઈ?
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક થઈ રહી છે ત્યારે યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં ડુંગળીમાં ખેડૂતોને 7 રૂપિયાથી લઈને 25 રૂપિયા કિલો ડુંગળી વેચાઈ રહી છે. એટલે કે ડુંગળીના મણના ભાવ 150 થી લઈને 500 ઉપર મળી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ડુંગળીની આવક બંધ હોય ત્યારે રવિવાર બપોર બાદ ફરીથી ડુંગળી લાવવા માટે ખેડૂતોને જાણ કરવામાં આવેલી છે, જેથી કરીને ખેડૂતો સોમવારથી હરાજીમાં લાભ લઇ શકે છે.
આગામી દિવસોમાં આવી શકે આટલી આવક
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક પગલે યાર્ડના સેક્રેટરી અરવિંદ ચૌહાણે જણાવ્યું હતું કે, ખેડૂતોને હાલમાં ભાવ મળી રહ્યા છે અને આવક પણ 45000 થેલા કરતા વધારે થઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં આવકમાં વધારો થવાની શક્યતા છે. હાલમાં 45000 થેલાની જગ્યાએ એક દિવસમાં 80 થી 1 લાખ સુધીની થેલાની આવક થવાની શક્યતાઓ દર્શાઇ રહી છે. જો કે ડુંગળી માર્ચના અંત સુધી યાર્ડમાં આવતી રહે છે.
આ પણ વાંચો:
- કચ્છમાં એક તરફી પ્રેમીએ યુવતીની કરી ઘાતકી હત્યા, આરોપીને ફાંસીની માંગ સાથે સર્વ સમાજની રેલી
- હવે કચ્છ એક્સપ્રેસમાં 'દારૂ લ્યો દારૂ...', ટ્રેનમાં દારૂ વેચતી બે મહિલાનો વીડિયો વાયરલ