ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં ટેન્કરમાં બહાર લખ્યું 'એર પ્રોડક્ટ' અંદરથી નીકળી નશાની પ્રોડક્ટ, LCBએ લાખોનો દારૂ ઝડપ્યો - BHAVNAGAR ILLEGAL LIQUOR

ભાવનગર એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોગઠના ઢાળ પાસે ટેન્કરમાં તપાસ કરતા દારૂ જોવા મળ્યો હતો.

ટેન્કરમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
ટેન્કરમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 16 hours ago

Updated : 14 hours ago

ભાવનગર: ભાવનગર જિલ્લામાં LCB પોલીસ દ્વારા વારંવાર પેટ્રોલિંગ દરમિયાન દારૂ ઝડપવામાં આવે છે. ત્યારે ગુરુવારે રાત્રે પેટ્રોલિંગમાં રહેલી LCB પોલીસે જિલ્લામાં હાઇવે ઉપર પેટ્રોલિંગ દરમિયાન એક દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું છે. લાખો રૂપિયાનો દારૂ અને મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ રાજસ્થાની શખ્સને પણ ઝડપી લીધો છે.

નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ટેન્કર દારૂ ભરેલું ઝડપાયું
ભાવનગર જિલ્લામાં LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી. જો કે એલસીબી પોલીસ પાલીતાણા પંથકમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલી બાતમી મળી હતી કે ઉમરાળાના ચોગઠના ઢાળ પાસેથી જવાના નાકા ઉપર એક ટેન્કર આવી રહ્યું હોય જેમાં દારૂ ભરેલો છે. તે બાતમીને પગલે સ્થળ ઉપર જઈને પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. એલસીબી પોલીસ વોચમાં હતી ત્યારે વલ્લભીપુર તરફથી બાતમી વાળું ટેન્કર આવી પહોંચતા તેને ઉભુ રાખી તપાસ કરતા મસમોટો દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.

ટેન્કરમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો (ETV Bharat Gujarat)

એક શખ્સ ઝડપાયો ત્રણ સંડોવાયેલા પકડવાના બાકી
ભાવનગર એલસીબી પોલીસે ચોગઠના ઢાળ પાસેથી સફેદ કલરનું ટેન્કર ઝડપી લીધું હતું. ત્યારે રાજસ્થાનના બાડમેરનો કરનારામ કાલર નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. જો કે આ ગુનામાં અન્ય ત્રણ શખ્સમાં હરિયાણાના કુરુક્ષેત્રનો રાજેશ આસુરામ રાણા, રાજસ્થાનના હનુમાનગઢનો રાજુ ઝાટ અને ભાવનગર જિલ્લાના રંઘોળા ચોકડી પાસે દારૂ લેનાર પાર્ટીની સંડોવણી હતી. આથી તમામ સામે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે.

ટેન્કરમાંથી કેટલો દારૂ ઝડપાયો?
ભાવનગર એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોગઠના ઢાળ પાસે ટેન્કરમાં તપાસ કરતા દારૂ જોવા મળ્યો હતો. જો કે આ દારૂની ગણતરી કરતા નાની મોટી દારૂની બોટલ નંગ 15,126 તથા બિયર ટીન નંગ 2016 મળી કુલ 33 લાખનો દારૂ અને ટેન્કર, મોબાઈલની ગણતરી કરીને કુલ મુદ્દામાલ 53 લાખનો કબ્જે લીધો હતો. જો કે એલસીબી પોલીસે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી સોંપી હતી.

આ પણ વાંચો:

  1. ગુજરાતનું ભાવનગર બન્યું 'બાસ્કેટબોલ હબ', દેશભરના ખેલાડીમાંથી પસંદ કરાશે નેશનલ ટીમ
  2. રાજકોટમાં નકલી પનીર બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ, દૂધ વગર કઈ વસ્તુઓથી બનાવતા નકલી પનીર?
Last Updated : 14 hours ago

ABOUT THE AUTHOR

...view details