ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં 225મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી, 252 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો

ભાવનગર શહેરના આનંદનગરમાં આવેલા જલારામ બાપાના મંદિરે જલારામ જયંતી નિમિત્તે ભક્તોની ભીડ જામી હતી.

જલારામ જયંતિની ભાવનગરમાં ઉજવણી
જલારામ જયંતિની ભાવનગરમાં ઉજવણી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 8:02 PM IST

ભાવનગર: ભાવનગર વિસ્તારમાં આવેલા એકમાત્ર જલારામ બાપાના મંદિર ખાતે 225મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. જલારામ બાપાને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો છે. જો કે ભાવનગરના જલારામ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ દાન પુણ્યની રકમ પણ સ્વીકારવામાં આવતી નથી, ત્યારે જલારામ જયંતિ નિમિત્તે લોકોને પ્રસાદ માટેનું પણ ભવ્ય આયોજન કરાયું હતું.

જલારામ બાપાના મંદિરે જલારામ જયંતી નિમિત્તે ભક્તોની ભીડ (ETV Bharat Gujarat)

જલારામ મંદિરે ઉમટી ભીડ ભક્તોની
ભાવનગર શહેરના આનંદનગરમાં આવેલા જલારામ બાપાના મંદિરે જલારામ જયંતી નિમિત્તે ભક્તોની ભીડ જામી હતી. લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો દ્વારા ભાવભેર જલારામ જયંતિની ઉજવણીમાં જોડાયા હતા. જલારામ બાપાના મંદિરમાં વિવિધ સામાજિક કાર્યક્રમમાં પણ યોજવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ જલારામ બાપાના દર્શન કરીને આજના દિવસની ઉજવણી કરી હતી.

252 વાનગીનો અન્નકૂટ (ETV Bharat Gujarat)

મંદિરમાં વર્ષોથી નથી સ્વીકારાતું દાન પુણ્ય
ભાવનગર શહેરના આનંદનગરમાં બનેલા જલારામ બાપાના મંદિરને 45 વર્ષ થયા છે, ત્યારે જલારામ બાપાના મંદિરના આગેવાન જણાવ્યું હતું કે, જલારામ બાપાના મંદિરમાં છેલ્લા 25 વર્ષથી દાન પુણ્ય સ્વીકારવામાં આવતું નથી. 'એક ટુકડો હરિના નામ' જલારામ બાપાના સુત્રની સાથે ભોજનાલય પણ ચલાવવામાં આવે છે. આ સાથે જલારામ જયંતિ નિમિત્તે 252 વાનગીઓનો અન્નકુટ પણ યોજવામાં આવ્યો છે તેમજ મંદિરના પટાંગણમાં બ્લેડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું.

મંદિરમાં 25 વર્ષથી દાન નથી લેવાતું (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. અમદાવાદ: ગાંધી આશ્રમ રોડ આજ રાતથી કરાશે બંધ, હવે RTO કે વાડજ જવા કયો રૂટ લેવો પડશે?
  2. અમરેલી પંથકના ખેડૂતે વાજતે-ગાજતે કારને સમાધિ આપી, કારને યાદોમાં બનાવી અમર

ABOUT THE AUTHOR

...view details