ભાવનગર:ભાવનગર માર્કેટીંગ યાર્ડ ફરી ચર્ચામાં આવ્યું છે. ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને ડુંગળીમાં 500 ગ્રામ કપાત પગલે રોષ ઠાલવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં 500 ગ્રામ ડુંગળીની કપાત છે શું? શા માટે આ બાબતથી ખેડૂતો નારાજ થયા છે? જાણો ખેડૂત આગેવાનના આક્ષેપ અને યાર્ડના તંત્રનો જવાબ.
ડુંગળીનું પીઠું કહેવાતા ભાવનગર જિલ્લામાં ડુંગળી યાર્ડમાં પહોંચ્યા બાદ ખેડૂતોને બે પૈસા મળવાની આશા જાગે છે. ત્યારે ખેડૂત કલ્યાણ સંગઠને ખેડૂતોના પગલે ગંભીર આક્ષેપો કર્યા છે. મામલો 500 ગ્રામ ઉપર આવીને અટક્યો છે અને આક્ષેપો સાથે આવેદનપત્ર અપાયું છે. ત્યારે યાર્ડના તંત્રએ શું કહ્યું અને શું ડુંગળીનું રાજકારણ છે કે પછી સત્યતા છુપાઈ રહી છે? જો કે હાલ મામલો ડુંગળીના પગલે જરૂર ગરમાયો છે.
ભાવનગરમાં ડુંગળીની થેલીમાં વજનમાં કપાતને લઈને વિવાદ (ETV Bharat Gujarat) ખેડૂત કલ્યાણ સંગઠનના આક્ષેપ 500 ગ્રામ કપાતના
ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીને એક થેલીએ 500 ગ્રામ કાપવાની જે પ્રથા છે એ કાયદાની વિરુદ્ધ અને નિયમ વિરુદ્ધ છે. એટલે એ બંધ કરાવવા અમે કોશિશ કરી પણ બંધ ન કરી, એટલે અમે અઢી કલાકથી વધારે મહેનત કરી ત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેને ટેલિફોનિક જાહેરાત કરી સેક્રેટરીને મોકલ્યા કે હવે પછીથી અમે 500 ગ્રામ કાપશું નહીં. ત્યાર પછી હરાજી શરૂ થઈ અને પછી છૂટા પડ્યા પણ આ ભાવનગર માર્કેટિંગ યાર્ડના ખૂબ મોટા ગોટાળા ચાલે છે.
આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન
ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આ 500 ગ્રામ ડુંગળી કાપવાની પ્રથા છે એમાં ભાવનગરના ખેડૂતોને રોજની 5થી 10 લાખ રૂપિયાની ખોટ છે. કારણ કે એક થેલીએ દસ રૂપિયા કાપે એટલે એક લાખ થેલીએ દસ લાખ રૂપિયા ઓછા થાય. અત્યારે અમે બંધ કરાવ્યું છે. અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને રૂબરૂમાં અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને જો આમાં પાછું શરૂ થશે તો તમામ જવાબદારી જિલ્લા રજિસ્ટ્રારની રહેશે. આ પ્રમાણે તળાજામાં ચાલે છે એ પણ બંધ કરાવવાની રજુઆત કરી છે.
ભાવનગરમાં ડુંગળીની થેલીમાં વજનમાં કપાતને લઈને વિવાદ (ETV Bharat Gujarat) યાર્ડનું તંત્ર થયેલા આક્ષેપોને પગલે શુ કહ્યું
યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ખેડૂત આગેવાન છે ભરતસિંહ વાળા એમને અહીંયા એક ખેડૂત સંમેલન કર્યું હતું. ખેડૂતોની જેમાં પાંખી હાજરી હતી. જેમાં તેમણે પછી ભાષણ શરૂ કર્યું. ખરેખર તેઓ જે 500 ગ્રામની વાત કરે છે, 500 ગ્રામ અમારે અહીંયા કોઈ કાપતું નથી. જે વજન બાદ કાપે છે. અમે ખેડૂતને જાહેરાત કરીએ છીએ. વેપારી કોઈ વજન કાપે એટલે અમે ખેડૂતોને કહીએ છીએ આવીને ફરિયાદ કરે પણ અહીંયા કોઈ ફરિયાદ હજુ સુધી કોઈ ખેડૂતે કરી નથી.
આ પણ વાંચો:
- અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગાય વચ્ચે આવી જતા ઈકો કાર પલટી, 4 યુવકોનાં કરુણ મોત
- જુનાગઢના અખાડાઓએ પ્રયાગરાજના મહાકુંભમાં જતા ભક્તો માટે કરી વ્યવસ્થાઓઃ જુઓ ત્યાં કેવી રીતે આપે છે સેવા