ગુજરાત

gujarat

ETV Bharat / state

મોં માં પાણી આવી જાય તેવી મિક્સ ડીશ: ભાવનગર વાસીઓ માણે છે મિક્સ ડીશનો આનંદ! કેવી રીતે બને છે આ ડીશ? જાણો... - BHAVNAGAR FAMOUS MIX DISH

સ્વાદ માટે ગુજરાત અને ગુજરાતનું ભાવનગર પણ સ્વાદ પ્રિય શહેર છે. ભાવનગરની એવી મિક્સ ડીશ જેનો સ્વાદ દરેક ભાવનગરીઓ સાથે બહારથી આવેલા લોકોએ લીધો હશે.

મોં માં પાણી આવી જાય તેવી મિક્સ ડીશ
મોં માં પાણી આવી જાય તેવી મિક્સ ડીશ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2024, 6:03 AM IST

ભાવનગર: સ્વાદપ્રિય ભાવનગરીઓ ભોજનના ટેસ્ટ માટે હંમેશા આગળ રહ્યા છે. ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં ઉભા હોય અને મિક્સ ડીશ યાદ ન આવે તેવું તો બને જ નહીં. હા, આજે વાત કરવી છે ભાવનગરની મિક્સ ડીશની. ભાવનગરીઓ સાથે બહારથી આવતા લોકો પણ આ મિક્સ ડીશનો સ્વાદ અચૂક લેતા હોય છે.

મિક્સ ડીશ સૌના મનની મેડીએ કેમ: ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોકમાં ઉભા રહો અને મિલાપ પર નજર પડતા મોટા ભાગે લોકોને મિક્સ ડીશનો સ્વાદ જરૂર જીભ પર આવવા લાગે છે. ETV BHARATએ મિક્સ ડિશના સ્વાદ માટે મિલાપ પાર્લર નામની દુકાનમાં પગ મૂક્યો અને એક પરીવાર મળી ગયું જેઓ મિક્સ ડીશનો સ્વાદ માણી રહ્યા હતા. જો કે આ પરીવારના મુખ્ય પુરુષ માટે ભાવનગર કર્મભૂમિ રહી હતી.

મોં માં પાણી આવી જાય તેવી મિક્સ ડીશ (Etv Bharat Gujarat)

ઘોઘાગેટમાં આવે તે મિક્સ ડિશની મજા માણે જ: જગદીશ સુખનાથ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે,'ઘણા સમયથી મિલાપ પાર્લરમાં ગમે ત્યારે, ભાવનગર મારી કર્મભૂમિ છે અને અમે દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર ગામમાં રહીએ છીએ. અમારે ભાવનગર અવારનવાર પ્રસંગોપાત માટે આવવું પડે છે. મિલાપ પાર્લર એટલે ભાવનગરનું ટોપમાં ટોપ. અંહીની દરેક આઈટમમાં આપણને એવું લાગે કે ના આપણે કઇંક સંતોષથી ખાધું. ભાવનગર માટેની મિક્સ ડીશ એટલે સારામાં સારું ફાસ્ટ ફૂડ અને જેનાથી તમને એમ થાય કે ના મેં કંઈક ખાધું, ટેસ્ટમાં બેસ્ટ.'

ભાવનગરની મિક્સ ડીશ (Etv Bharat Gujarat)
મિક્સ ડીશનો આનંદ માણતો પરિવાર (Etv Bharat Gujarat)

માલતીબેને જણાવ્યું હતું કે,'અમે જ્યારે પણ ભાવનગર આવીએ છીએ ત્યારે મિલાપમાં આવી અને મિક્સ ડીશનો સ્વાદ અચૂક માણીએ છીએ. આવી ડીશ ભાવનગર સિવાય ગુજરાતમાં ક્યાંય મળતી નથી. બહુ મસ્ત છે અને ટેસ્ટ પણ ખુબ જ સારો છે.'

ભાવનગરની મિક્સ ડીશ (Etv Bharat Gujarat)
ભાવનગરની મિક્સ ડીશ (Etv Bharat Gujarat)

કેવીરીતે બને છે મિક્સ ડીશ:મિક્સ ડીશ બનાવતા વ્યાપારી અરુણભાઈ દિલીપભાઈ જાદવાણી સાથે ETV BHARAT એ વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે,'મારી દરેક આઇટમમાંથી મિક્સ પ્લેટ વધારે મહત્વ માંગે છે. હું દરરોજની 500 થી 600 મિક્સ ડીશ બનાવું છું. અને દરરોજે 350 થી 300 મિક્સ ડીશવ વેચાય છે. તમામ ઘરાગને મિક્સ પ્લેટમાં મજા આવે છે. આ મારી રેગ્યુલર ડીશ છે. મિક્સ પ્લેટમાં ગુંદી આવે, પાપડી આવે, ચણા આવે, દહીવડું આવે, પેટીસ આવે, સમોસું આવે અને છ જાતની ચટણી આવે એમાં મારી ચટણીની મોનોપોલીએ બધા આવે છે.'

છ જાતની ચટણી (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. ભાવનગરની એક એવી સંસ્થા જે છેલ્લા 103 વર્ષથી લોકોને 'પાણીના ભાવે ઉકાળો' પીવડાવે છે
  2. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી બની પક્ષીઓ માટે આશીર્વાદરૂપ, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનાવ્યા બર્ડ ફીડર

ABOUT THE AUTHOR

...view details