ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં 3 દાયકામાં પતન પામેલી સિટી બસ સેવા કરાશે શરુ, સિટી બસ મુદ્દે શાસકો પર વિપક્ષનો પ્રહાર - PM E Bus Service in Bhavnagar - PM E BUS SERVICE IN BHAVNAGAR

ભાવનગર શહેરમાં ત્રણ દાયકા પહેલા મહાનગરપાલિકા દ્વારા સીટી બસ ચલાવવામાં આવતી હતી. પરંતુ બદલાયેલા શાસનમાં ત્રણ દાયકા બાદ સીટી બસ સેવાનું નિકંદન નીકળી ગયું છે, ત્યારે હવે બસ યોજના અંતર્ગત ભાવનગરમાં પુનઃ સિટી બસ સેવા આપવા કવાયત હાથ ધરાઇ છે. PM E BUS SERVICE IN BHAVNAGAR

ભાવનગરમાં 3 દાયકામાં પતન પામેલી સિટી બસ સેવા શરુ કરાશે
ભાવનગરમાં 3 દાયકામાં પતન પામેલી સિટી બસ સેવા શરુ કરાશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 7:42 PM IST

ભાવનગરમાં 3 દાયકામાં પતન પામેલી સિટી બસ સેવા શરુ કરાશે (Etv Bharat Gujarat)

ભાવનગર: શહેરમાં એક સમયે ચાલતી સિટી બસની સેવા છેલ્લા ત્રણ દાયકામાં એવી રીતે છીનવાઈ ગઈ હતી કે, લોકોને શહેરમાં ક્યાંય પણ આવવા જવા માટે માત્ર રીક્ષાનો સહારો લેવો પડે છે. મહાનગરપાલિકાના શાસકો વિકાસની વાતો કરતા રહ્યા પરંતુ સિટી બસનો વિકાસ થયો જ નહીં અને અંતે ત્રણ દાયકા બાદ હવે કેન્દ્રની સરકાર સિટી બસ સેવા આપવા જઈ રહી છે. જો કે, તેમાં પણ વિપક્ષે વાર કર્યો છે કે, ખાતમુહૂર્ત તો થયું સેવા મળશે ખરા ? અધિકારીએ શું કહ્યું જાણો

પીએમ ઇ સેવા અંતર્ગત સીટીબસને પગલે વિપક્ષનો વાર:ભાવનગરમાં ત્રણ દાયકા પહેલા ચાલતી સીટી બસનું નિકંદન શાસકોના સમય દરમિયાન નીકળી ગયું, ત્યારબાદ હવે કેન્દ્રની સરકાર સિટી બસ ફાળવવા જઈ રહી છે, ત્યારે વિપક્ષે પ્રહાર કર્યો છે. શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું એવું માનું છું ભાવનગર કોર્પોરેશનમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું. ત્યારે સિટી બસ ભાવનગરના તમામ વિસ્તારોને આવરી લેતી હતી. આજે પરિસ્થિતિ એવી છે કે, ભાવનગરમાં ફક્ત એક બે રૂટ પર બે બસ દ્વારા રૂટ ચલાવવામાં આવે છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે, કેન્દ્ર સરકાર ઇ બસ સેવા અંતર્ગત યોજના શરૂ કરવા જાય છે.

શાસકો ગાઈ રહયા છે ઇ બસ સેવાના ગુણગાન: ભાવનગરમાં બસ સેવાને અપગ્રેડ કરવાની જગ્યાએ મનપાના શાસકોએ વિકાસ કરવાને બદલે નજર અંદાજ કરતા બસ સેવાનું પતન થઈ ગયું. જો કે હાલની સિટી બસ સેવાની સ્થિતિ વિશે કોઈ બોલવા તૈયાર નથી ત્યારે નવા પીએમ ઇ બસ સેવા યોજનાનો લાભ મળતા શાસકો ઉત્સાહિત થઇ ગયા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં 18.76 કરોડના ખર્ચે અધેવાડા રિઝર્વેશન એસ.ટી. બસનું ખાતમુહૂર્તની અંદર કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના નેતૃત્વમાં તેમના હસ્તે કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ભાવનગરની અંદર મીની બસ શરૂ થશે અને રૂટ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે ભાવનગરની અંદર છેવાડે સુધી બસો દોડાવવામાં આવશે. જેથી કરીને છેવાડાના ગામડાઓના લોકોને માર્કેટમાં આવવા જવા માટે ખૂબ સરળતા અને એસી બસ હોવાના કારણે ખૂબ ફાયદાકારક મુસાફરી થશે. જો કે, ચેરમેને હાલની સિટી બસની સ્થિતિ મુદ્દે કોઇ ટીપણી કરી નહોતી.

ઇ બસ સેવાથી લાભ કે નુકશાન શું કહ્યું અધિકારીએ: ગેરેજ વિભાગના અધિકારી પી જે ચુડાસમાએ જણાવ્યું હતું કે, પીએમ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગરનો સમાવેશ થયો છે. આજે સિટી બસ સેવા છે એમાંથી ફાયદો કે ગેરફાયદાની બાબત નથી. ટ્રાન્સપોર્ટેશન માટે લોકોને એક પ્રકારની સર્વિસ પૂરી પાડવાની હોય જેથી પોલ્યુશન કંટ્રોલ વગેરે પોલ્યુશન કંટ્રોલ વગેરે થઈ શકે. જેમાં 18.76 કરોડના ખર્ચ થવાનો છે. જે એજન્સીને કિલોમીટર નાણાં આપવાના હોઈ તે કેન્દ્ર સરકારના ટેન્ડરીંગ દ્વારા જ નક્કી થવાનું છે અને તેમાં કેન્દ્ર સરકાર ફાળો આપવાની છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ફાળો આપવાની જોગવાઈ છે એ રીતે જે ફંડ ઉપલબ્ધ થવાનું છે. તેમાંથી ઓપરેશનનો ચાર્જ ચૂકવવાનો થશે, જે 11 માસનો ડેપોનો મુદત છે. આથી ઝડપથી ડેપોનું કામ હાથ ધરીને મુદત પહેલા પૂર્ણ કરાવવાનો અમારી નેમ છે અને એ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જે બસો સાથે ઓપરેટર નક્કી કરીને ફાળવણી કરવાની છે. તેવી 100 જેટલી બસો પૈકી નવેમ્બર-ડિસેમ્બરમાં 27 આવવાની શક્યતા છે. હાલની સિટી બસનો કોન્ટ્રાકટ પૂરો થવા આવ્યો છે.

ત્રણ દાયકામાં પતન હવે નવી ઇ સીટીબસ: ભાવનગર શહેરમાં ત્રણ દાયકામાં ખૂણે ખૂણે જતી સિટી બસ સેવાનું નિકંદન નીકળી ગયું. મહાનગરપાલિકાની પોતાની સિટી બસ હતી તે ખાડે ગઈ અને કોન્ટ્રાક્ટ ઉપર સિટી બસનું સંચાલન સોંપી દેવામાં આવ્યું હતું. કોન્ટ્રાકટમાં ત્રણ દાયકા બાદ સ્થિતિ એવી છે કે, કોન્ટ્રાક્ટ ઉપર ચાલતી માત્ર બે જ વિસ્તારમાં સિટી બસ સેવા આપી રહી છે. છેલ્લા 30 વર્ષથી ભાવનગરની પ્રજાને જે સેવા મળતી હતી એ પણ છીનવાઈ ગઈ અને હવે ત્રણ દાયકા બાદ કેન્દ્રની સરકારે ફરી ઇ સિટી બસ આપવાની યોજનાનો શુભારંભ કરાવ્યો છે. પરંતુ જોવાનું એ રહેશે કે, હાલ સીટી બસ ડેપોનું ખાતમુહૂર્ત તો થયું છે. પરંતુ બસ આવશે અને દોડશે ખરા અને જો દોડશે તો લોકોને સસ્તી પડશે ખરી ? કારણ કે, ફલાયઓવર પર લોકોએ શાસકો સામે સવાલ કરવાના જરૂર કરી દીધા છે. ડિસેમ્બરમાં બસ સેવા શરૂ કરવાની પ્રાથમિક તૈયારી કરી હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું છે.

  1. જામનગરમાં કોલેરા ગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરુ, આરોગ્ય વિભાગ થયું દોડતું - survey started in cholera Jamnagar
  2. રાજકોટમાં કોલેરાનો વધુ એક કેસ ડિટેકટ થયો, આરોગ્ય વિભાગે ઘરે ઘરે સર્વેલન્સ હાથ ધર્યું - Cholera case reported in Rajkot

ABOUT THE AUTHOR

...view details