પાટણ: પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો ભવ્યાતિ ભવ્ય કાત્યોકનો મેળાનો ગઈ કાલથી પ્રારંભ થયો છે. સાત દિવસ ચાલતા આ મેળામાં 12 લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે. જેને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે. ત્યારે સિદ્ધપુરમાં પરંપરાગત રીતે ભરાતા કાર્તિક પૂર્ણિમાના લોકમેળામાં મગરવાડા તીર્થ ધામના ગાદીપતિ વિજયસોમજી મહારાજના આશીર્વચન સાથે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા આ મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું અને પ્રજાજનો માટે લોક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સિદ્ધપુર પાલિકા દ્વારા મેળાનું આયોજન કરાયું: શ્રધ્ધા ભકિત અને ઉલ્લાસના ત્રિવેણી સંગમ સરખા કાર્તિકી લોકમેળામાં સાત દિવસની પ્રાસંગકતા વચ્ચે 12 લાખ જેટલા ભાવિકોની આવન-જાવન અને ઉપસ્થિતિ હોય છે. માતૃતર્પણ તીર્થ તરીકે સિધ્ધક્ષેત્રે સિદ્ધપુરની ખ્યાતિ છે. સિદ્ધપુરના સરસ્વતી નદીના કાંઠે અનેક દેવ-દેવતાના મંદિરો આવેલા છે. આ મેળાને ભવ્યાતી ભવ્ય રૂપ આપવા સિદ્ધપુર પાલિકા દ્વારા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સિદ્ધપુર નગર પાલિકા પ્રમુખની રાહબરી હેઠળ કર્મચારી સહિત ઉપસ્થિત રહી કાત્યોકના લોક મેળા સુંદર સંચાલન હાથ ધરાયું છે.