દાહોદઃ 7મી તારીખે ગુજરાતમાં પ્રવેશેલ ભારત જોડો ન્યાય યાત્રા 8મી માર્ચ 2024 શુક્રવાર સવારે 08.00 કલાકે બસ સ્ટેન્ડ થઈને દાહોદ યાત્રા શરૂ થશે. બિરસામુંડા ચોક થઈને ગોધરા રોડ થઈને લીમખેડા પીપલોદ ખાતે સવારે 11.00 કલાકે બસ સ્ટેન્ડ પહોચશે. ગોધરા ખાતે જાહેર સભાને સંબોધન કરવામાં આવશે.
Bharat Jodo Nyay Yatra: ભારત જોડો ન્યાય યાત્રામાં દાહોદ રુટને લીધે આદિવાસી પ્રશ્નોને વાચા મળશે
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચ 2024 ગુરૂવારના રોજ બપોરે 3.00 કલાકે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છેવાડા ગામે આવેલ ધાવડિયા ચેક પોસ્ટ નજીકથી ગુજરાતમાં પ્રવેશસે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો રાત્રિ રોકાણ લીમડી નજીક આવેલાં કંબોઈ ગુરુ ગોવિંદ ધામ ખાતે રોકાણ કરશે. વાંચો ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત પ્રવાસ વિશે વિગતવાર. Bharat Jodo Nyay Yatra Gujarat Rahul Gandhi Dahod Rajsthan
Published : Mar 5, 2024, 7:46 PM IST
આદિવાસી પ્રશ્નોને વાચા મળશેઃ દાહોદ જિલ્લા કોંગ્રસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામાએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં 75% વસ્તી આદિવાસી લોકોની છે. અહીંયા આદિવાસીના મુખ્ય પ્રશ્નો, આદીવાસી સાંસ્કૃતિ બચાવવા, જંગલ-જળ-જમીન ના હક સનદ મેળવવાના પ્રશ્નોને આ યાત્રાને લીધે વાચા મળશે. સ્થાનિક યુવાનોને રોજગારી, વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ, યોગ્ય શિક્ષણ, ખેડૂતોને સમયસર વીજળી, પાકનું પૂરતું વળતર મળી રહે તે મુખ્સ સમસ્યાઓ છે. કુદરતી આપત્તિ સમયે અહીંના આદિવાસી ખેડૂતોના પાક ધોવાણનું વળતર સમયસર મળી રહે, બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે અને ગામે ગામ આરોગ્ય લક્ષી સુવિધા મળે તે માટે દાહોદ જિલ્લાનો રુટ ભારત જોડો ન્યાય યાત્રા માટે શરૂઆતથી જ પસંદ કરવામાં આવ્યો છે.
ગુરુ ગોવિંદ ધામ ખાતે રાતવાસોઃ ભારત જોડો ન્યાય યાત્રા વાસો ઝાલોદ તાલુકાના લીમડી ગામ નજીક આવેલ કંબોઈ ધામ એટલે કે ગુરુ ગોવિંદ ધામે રાત્રિ રોકાણ કરશે. આદિવાસી સમાજનો મોટો સમૂહ ગુરુ ગોવિંદ દાંદ પંથ સાથે સંકળાયેલો છે. અહીંના દાંદ પંથ સાથે જોડાયેલા લોકોના ઝુકાવની સીધી અસર ઈલેક્શનમાં જોવા મળશે. તેથી જ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને ગુજરાતમાં આદિવાસી બેલ્ટમાંથી પ્રવેશ આપવાની યોજના બનાવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.