બનાસકાંઠા:જિલ્લા એલસીબીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે, જિલ્લામાં પહેલીવાર સૌથી વધુ મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો બનાસકાંઠા એલસીબીએ અમીરગઢ નજીકથી ઝડપી લીધો છે. ખાસ વાત એ છે કે, દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા ખાસ કિમીયો કરવામાં આવ્યો હતો જોકે, પોલીસની બાજ નજરથી આ કિમીયો પણ ફાવ્યો ન હતો.
95 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
95 લાખ રૂપિયાથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો છે, અને બાડમેર રાજસ્થાન વાળા સવાઈરામ જેરામ બાડમેર રાજસ્થાનનાવાળા ચાલકની અટકાયત કરી છે.
સિમેન્ટ મિક્સર ટ્રકની આડમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવતો લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો (Etv Bharat Gujarat) સિમેન્ટ મિક્સર ટ્રકમાં દારૂ ભરીને ઘુસાડવાના કર્યો કિમીયો
બનાસકાંઠા એલસીબીએ બાતમીના આધારે અમીરગઢ નજીક કોરોના હોટલ પાસે નાકાબંધી કરીને રાજસ્થાનના આબુરોડ તરફથી પાલનપુર તરફ આવી રહેલા સિમેન્ટના મીક્ષર બંકરમાંથી 1256 પેટીઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 21,768 બોટલો ઝડપી લીધી છે. જેની આશરે કિંમત 95 લાખ 27 હજાર 640નો દારૂ ઝડપી લીધો છે. એલસીબી દ્વારા દારૂ સહિતે આશરે 20 લાખની કિંમતના સિમેન્ટના મિક્સર બંકર વાહનને જપ્ત કરીને કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
બનાસકાંઠા એલસીબીની ટીમને મળી સફળતા
મહત્વપૂર્ણ છે કે, અમીરગઢ બોર્ડર ગુજરાતની સંવેદનશીલ બોર્ડર ગણવામાં આવે છે, અહીંથી અવારનવાર નશાયુક્ત પદાર્થો અને વિદેશી દારૂ ઘુસાડવાના અવનવા પ્રયાસ બુટલેગરો કરતા હોય છે, પરંતુ પોલીસ દ્વારા તેમના કિમિયાઓને નાકામ કરી દેવામાં આવે છે. ત્યારે વધુ એકવાર નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા પોલીસને દારૂનો સૌથી મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે, અને રાજસ્થાનના બુટલેગર દ્વારા ગુજરાતમાં સિમેન્ટ મીક્ષર ટ્રકમાં દારૂ ઘુસાડવાનો કીમિયા અજમાવ્યો હતો. જોકે બનાસકાંઠા એલસીબીની ટીમે તેને નાકામ કરી દીધો છે.
બુટલેગરો સામે કાર્યવાહી
હાલમાં પોલીસે દારૂ મંગાવનાર, દારૂ ભરાવનાર સહિતના લોકો સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદે અડીને આવેલો જિલ્લો હોવાથી જિલ્લાની ચેકપોસ્ટો ઉપરથી અવારનવાર દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ બુટલેગરો કરે છે.
તો બીજી તરફ ગુજરાતમાં દારૂબંધીનો અમલ જળવાઈ રહે તે માટે પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરીને ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ કરતી હોય છે, અને બુટલેગરોના કીમિયાને નાકામ કરીને દારૂ ભરેલા વાહનો ઝડપી લેતી હોય છે ત્યારે ફરી એકવાર બનાસકાંઠા એલસીબીની ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપીને આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી છે.
- ડીસામાં ભૂમાફિયાઓ પર ફ્લાઈંગ સ્કોર્ડ ત્રાટકી: 22 ડમ્પર સહિત અંદાજે 8 કરોડનો મુદ્દામાલ જપ્ત
- થરાદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું: સ્પાના મેનેજરની અટકાયત, માલિક ફરાર