બનાસકાંઠા:શું તમે ખરીદેલ ઘી કે માવો ભેળસેળયુક્ત તો નથી ને? કારણ કે બનાસકાંઠામાંથી ભેળસેળયુક્ત ઘી અને માવો બનાવતા પેઢી માલિકો સામે વિભાગની કાર્યવાહી બાદ અધિક નિવાસી કલેકટ 26 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 હેઠળ જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના મેળવી, તે ખાવા લાયક છે કે નહીં તે માટે પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ નમૂના ફેલ થતા અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઘી માવાના સેમ્પલો ફેલ થતા 10 પેઢી માલિકો સામે કાર્યવાહી (Etv Bharat Gujarat) ફૂડ વિભાગની ટીમે પાલનપુર ડીસા હાઈવે, પાલનપુરના કાણોદર, ડીસા થરાદ સહિતની વિવિધ કુલ 10 પેઢીઓમાંથી ઘી, મીઠા માવાના નમુનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાયા હતા. પરંતુ આખરે આ નમુનાઓ ફેલ થતા ફૂડ વિભાગે પાલનપુર એડજ્યુડિકટીંગ ઓફિસર અને અધિક નિવાસી કલેકટરની કોર્ટમાં પેઢી માલિકો સામે કાર્યવાહી માટે કેસ મૂક્યા હતા, જેમાં હવે ચુકાદો સામે આવ્યો છે. દાખલ કરાયેલ કુલ 10 કેસોમાં કોર્ટ દ્વારા કુલ રૂપિયા 26 લાખનો દંડ કર્યો છે.
કુલ 26 લાખનો દંડ ફટકાર્યો (Etv Bharat Gujarat) કઈ કઈ પેઢીને કેટલો દંડ કરાયો:
- આ કેસમાં સંસાર પ્રીમિયમ ઘીના 500 ગ્રામ પેકિંગ ફોરેન વેજીટેબલ ફેટની હાજરીને લીધે:
- ચીરાગ બાનાવાલા, અનંત ટ્રેડર્સ, ગુજરાત મોચી વાસને દંડ
- સાગરકુમાર બાનાવાલા, અનંત ટ્રેડર્સ , ગુજરાત મોચી વાસને રૂપિયા 50,000 નો દંડ
- વિકી ચોખાવાલા, એસ.વી માર્કેટીગ, લાઠી બજાર મુ.પો.તા. ડીસાને રૂપિયા 2 લાખનો દંડ
- સગુન પ્રીમિયમ ગાયના ઘીમાં ફોરેન વેજીટેબલ ફેટની હાજરીને લીધે આ જ ઈસમોને વધુ 2.50 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
નાકોડા ડેરીના સ્પેશિયલ દેશી ઘીના 1 લીટર પેક પાઉચ માટે,
- વનાભાઈ સોલંકી જય ગોગા પ્રોવિઝન સ્ટોર, બંસીધર શોપિંગ સેંટર, મુ.જેતડા તા.થરાદ
- નમનકુમાર કેવલચંદ જૈન (ઉત્પાદક પેઢી) કે.બી.પ્રોડકટ (ઉત્પાદક પેઢી), દાદોબા કંપાઉડ, વાલગાવ, અંજુર ફાટા તા. ભીવંડી, જી. થાણે
- કે.બી.પ્રોડકટ (ઉત્પાદક પેઢી) ગોળા નં.945, 946 અને 1 થી 6, દાદોબા કંપાઉડ , વાલગાવ ,અંજુર ફાટા તા.ભીવંડી ,જી. થાણે, મહારાષ્ટ્રને કુલ 4.50 લાખનો દંડ કરાયો હતો.
કુલ 26 લાખનો દંડ ફટકાર્યો (Etv Bharat Gujarat) - ફિરોજહૈદર અહમદભાઈ અધારિયા નમસ્તે ફુડ પ્રોડકટસ, હોટલ મિલન પાછળ, હાઈવે રોડ, મુ.પો. કાણોદર, કાન્તિભાઈ નાગરભાઈ પટેલ, કેશવ કોલ્ડ સ્ટોરેજ, ડીસા- પાલનપુર હાઈવે
- રાજેંદ્ર્કુમાર ધુડાભાઈ જોષી, કેશવ કોલ્ડ સ્ટોરેજ, ડીસા- પાલનપુર હાઈવે
- ઈશ્વરભાઈ વિરાભાઈ પટેલ, કેશવ કોલ્ડ સ્ટોરેજ,ડીસા- પાલનપુર હાઈવે
- લાલબહાદુર રામબરન યાદવ - માલિક, જય અંબે ડેરી પ્રોડક્ટસ , (ઉત્પાદક પેઢી) મુ. મડાણા ( ડાંગીયા ) તા. પાલનપુર સહિતના ઈસમો વિરૂદ્ધ કુલ 26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આમ, બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા અવારનવાર ખાદ્ય પદાર્થોના સેમ્પલો મેળવીને પેઢી માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વધુ એકવાર ફૂડ વિભાગે ભેળસેળીયા વેપારીઓ સામે કાયદાનો ગાળિયો કસ્યો છે અને દંડ ફટકારી તેમના સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
- ડુપ્લિકેટ પત્રિકા મામલે યુવતીને લઇને પરેશ ધાનાણીએ ફૂંક્યુ રણશિંગુ, પીડિત યુવતી માટે ન્યાયની માંગ કરી
- કચ્છમાં શીત લહેર! અબડાસામાં બાઇક પર બરફની ચાદરનો વિડિયો વાયરલ