બનાસકાંઠા:જિલ્લાના સરહદી પંથકમાં દર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જ્યારે કેટલાય ગામોમાં તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે. આ સમસ્યા આજકાલની નથી આ સમસ્યા છેલ્લા દર વર્ષે બનાસકાંઠાના સરહદી પંથકના ગામોમાં દર ઉનાળે જોવા મળે છે. ગામની મહિલાઓ પીવાના પાણી માટે ભર ઉનાળે વલખાં મારતી હોય છે. જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવના માવસરી ગામે ભર ચોમાસે પીવાના પાણી માટે આખું ગામ વલખા મારી રહ્યું છે. જોકે આ મામલે સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે માવસરી પોલીસ સ્ટેશન, માવસરી બીએસએફ ક્વાર્ટર, સરકારી દવાખાનુ તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ સ્વખર્ચે પાણી લાવી રહ્યા છે.
બનાસકાંઠાના સરહદી પંથકમાં ભર ચોમાસે પીવાના પાણીનો અભાવ (Etv Bharat Gujarat) માવસરી ગામના ગ્રામજનો જણાવ્યું હતું કે, એક મહિનાથી પીવાનું પાણી આવતું નથી અમે વેચાતું પાણી લાવીએ છીએ. કેટલી વાર રજૂઆતો કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી. જોકે ઉનાળામાં તો પાણી નથી આવતું પણ આજે ભર ચોમાસે પણ પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. અમે વહેંચાતું પાણી તો કેટલું લાવીએ આ પાણીની સમસ્યા છેલ્લા એક વર્ષથી આવી જ છે. જેથી તાત્કાલિક આ પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી માંગ કરી છે.
3000 વસ્તી, 5000 પશુધન કેવી રીતે જીવે છે? (Etv Bharat Gujarat) આ મામલે ગામના યુવાન અગ્રણી કુંરાભાઈ હેમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે,'અમારા ગામમાં પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે અમારા ગામમાં ખાસ કરીને પશુધન પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગ્રામજનો તો વહેંચાતું પાણી લાવી રહ્યા છે, પરંતુ આ મૂંગા પશુઓને પીવાના પાણી માટે શું કરે? જોકે અમારા ગામના સરપંચ ખાલી પડી રહેલા હવાડામાં ટેન્કર મારફતે સ્વખર્ચે પાણી આપે છે જે પાણી પીવા માટે પશુ ત્યાં દોડ જાય છે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'પાણી પુરવઠાનું તંત્ર અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે અમારા ગામમાં પાણી નથી આવી રહ્યું કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અથવા તો બીજી અન્ય કોઈ કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરી છે. બીજું કે અમારું ગામ સરહદને અડીને આવેલું ગામ છે આથી સરહદને અડીને આવેલા ગામડાઓમાં બધેય આજ સમસ્યા છે. અમારા ગામમાં આવેલ પોલીસ મથકે પણ પાણી નથી આવતું. પોલીસ સ્ટાફ દ્વારા સર્વે ખર્ચે પાણી લાવવામાં આવે છે. અમારા ગામમાં બે શાળા આવેલી છે ત્યાં પણ કેટલાય દિવસોથી પાણીની સમસ્યા છે. તો તંત્ર દ્વારા અમારા ગામની જાત મુલાકાત કરી પાણીની જે સમસ્યા છે તેનો કાયમી ધોરણે નિવેડો લાવે તેવી અમારી એક વિનંતી છે.'
3000 વસ્તી, 5000 પશુધન કેવી રીતે જીવે છે? (Etv Bharat Gujarat) Etv ભારત સાથે આ બાબતે પાણી પુરવઠા વિભાગ ઈજનેર નિરવભાઈ ચૌધરીને ટેલીફોનિક સંપર્ક કરતા ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, "જોકે આવી નાની નાની વાતોમાં નિવેદન આપીએ તો રૂટીંગ ચીલો પડી જશે અને માવસરી પાણી પુરવઠાની લાઈન ચેકપ થઈ છે જૂની લાઈન છે એટલે સમસ્યા આવે છે. જેની તપાસ ચાલુ છે અને એક મહિનાથી પાણીની નથી આજે મને સરપંચ દ્વારા જાણ કરવામાં આવી છે હું તપાસ કરાવું છું."
આ પણ વાંચો:
- નવરાત્રી માટે ખરીદીનું સૌથી મોટું એન્ટિક જવેલરી બજાર એટલે રાણીનો હજીરો - Rani no Haziro of Ahmedabad
- કડીના રાજપુર ગામે ભૂગર્ભમાંથી લાલ રંગનું પાણી ગામ લોકો મુંઝાયા, રોગચાળાની દહેશત - Red water came from underground