ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં દાદરની બાલ્કની તૂટતા એકનું મોત, કલેકટર, કમિશનરે દોડી જઇ બિલ્ડીંગ ખાલી કરાવી - Balcony collapse - BALCONY COLLAPSE

ભાવનગરમાં દાદરની બાલ્કની તૂટતા એકનું મોત થયું છે. માધવ હિલ બાદ ફરી એવી ઘટના બની છે કે જેમાં દાદરની બાલ્કની તૂટી છે. મહાનગરપાલિકા સામે હવે દેવુબાગની ઘટના બાદ નવી શોધ કરીને કાર્યવાહી કરવાની ચેલેન્જ આવી છે.

ભાવનગરમાં દાદરની બાલ્કની તૂટતા એકનું મોત, કલેકટર, કમિશનરે દોડી જઇ બિલ્ડીંગ ખાલી કરાવી
ભાવનગરમાં દાદરની બાલ્કની તૂટતા એકનું મોત, કલેકટર, કમિશનરે દોડી જઇ બિલ્ડીંગ ખાલી કરાવી

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 5:46 PM IST

પ્રમુખસ્વામી ફ્લેટમાં બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો

ભાવનગર : ભાવનગર શહેરમાં ફરી માધવ હિલવાળી થઈ છે. દેવુબાગમાં આવેલા 30 વર્ષ જૂના પ્રમુખસ્વામી ફ્લેટમાં દાદરની બાલ્કનીનો ભાગ તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થવા પામ્યું છે. બનાવ બાદ કલેકટર, કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવની ગંભીરતાને લઈને કડક નિર્ણયો સ્થળ ઉપર લેવામાં આવ્યા હતા.

માધવ હિલ વાળી થઈ : દેવુબાગમાં ભાવનગર શહેરમાં દેવુબાગ વિસ્તારમાં આવેલા પ્રમુખસ્વામી ફ્લેટમાં બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો. બનાવને પગલે નીચે પડેલા સમગ્ર વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતાં. જ્યારે એક મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને રેસ્ક્યુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઇજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફત ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દાદરની બાલ્કની તૂટતા એકનું મોત : ભાવનગર શહેરમાં માધવ હિલમાં બાલ્કની તૂટવાને કારણે મૃત્યુના બનાવ બન્યા ત્યારબાદ આ બીજી તેવી ઘટના ઘટી છે. જો કે બનેલા બનાવમાં મૃત્યુ થવાનો કિસ્સો પણ બનવા પામ્યો છે. બનાવને પગલે કલેકટર, મહાનગરપાલિકાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્થળ ઉપર દોડી ગયા હતા.

આ જે મકાન છે એ 30 વર્ષ જૂનું છે. આમાં એક ભાઈ છે ભાવેશભાઈએ સીડી ઉતરતા હતા એના ઉપર રવેશનો ભાગ પડ્યો છે અને ડેથ થયું છે. બાકીના અહીંયા 32 પરિવારો રહેતા હતા. એ બધાને સલામત ખસેડી લેવામાં આવ્યા છે. હાલ સલામતીના કારણસર મકાનને અમે લોકો કોર્ડન ઓફ કરી રહ્યા છીએ. અત્યારે એ લોકો પોતાની રીતે વૈકલ્પિક જગ્યાએ જઈ રહ્યા છે. સમયાંતરે એમને પોતાનો અંગત સામગ્રી લઇ જવા માટે મકાનનું જરા એકવાર નક્કી થઈ જાય પછી ફાયર બ્રિગેડની મદદથી એ લોકોને પોતાના પર્સનલ બિલોંગિંગ લઈ જવા માટે અમે ફેસીલીટેડ કરવાના છીએ...આર. કે. મહેતા ( કલેકટર,ભાવનગર )

કમિશનરે બીજી માધવ હિલ જેવી ઘટનાને પગલે શું કહ્યું : ભાવનગર શહેરમાં બીજી માધવ હિલ જેવી ઘટના ઘટવાને પગલે જર્જરિત મકાનો સામે સવાલો ઊભા થાય છે. ત્યારે આ મુદ્દા ઉપર ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન. વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે માધવ હિલ ઘટના પછી આપણે કુલ 48 આવા કોમ્પ્લેક્સને શોધીને બધાને નોટિસ આપેલી છે. એ પૈકી લગભગ 25 થી વધારે બિલ્ડીંગોમાં આપણે નળ, ડ્રેનેજ જોડાણ કાપ્યા છે અને સામાન્ય રીતે આપણે બાંધકામની પરવાનગી હોય એ પ્રમાણે આપણે બધા ચેક કરતા હોઈએ છીએ. આ બિલ્ડીંગ 30 વર્ષ જૂનું છે એટલે એક એન્યુઅરીંગની લેટેસ્ટ જોવા જઈએ એટલે જૂનું બિલ્ડીંગના કહેવાય નહીં એટલે કદાચ આમાં નોટિસ અપાયેલ નથી. આ ઘટના બની છે માટે હવે જે આવા બિલ્ડીંગોની રજૂઆત હશે તો તેની પણ અમે તપાસ કરીશું.

  1. Morbi Slab Collapse : મોરબીમાં નિર્માણાધિન મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી, કાટમાળમાં 4 શ્રમિકો દટાયા
  2. લિફ્ટમાં ફસાતા કામદારે જીવ ગુમાવ્યો, કામરેજના ધોરણ પારડી ગામનો બનાવ - Surat Worker Death

ABOUT THE AUTHOR

...view details