ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરની શાન ગંગાજળિયા તળાવની "અવદશા", કરોડો ખર્ચ્યા પણ પ્રજા માટે પાણી સમાન? - bhavnagar news - BHAVNAGAR NEWS

ભાવનગર શહેરનું ગંગાજળિયા તળાવ શહેરની શાન સમાન છે. 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું હતું. પણ સ્વચ્છતાના અભાવે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર નથી. સ્થાનિક રોજ આવતા લોકો પણ સ્વચ્છતા અને સુવિધાની અપેક્ષા રાખી રહ્યા છે., Bad situation in Bhavnagar Gangajaliya Lake

ગંગાજળિયા તળાવની અવદશા
ગંગાજળિયા તળાવની અવદશા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 8:04 AM IST

ગંગાજળિયા તળાવની અવદશા (ETV Bharat Gujarat)

ભાવનગર: ભાવનગરનું ગંગાજળિયા તળાવ ભાવનગરની સ્થાપના થઈ તે પહેલા વડવા ગામનું તળાવ હતું. શહેર વસ્યા બાદ મહાનગરપાલિકાનું નિર્માણ થઈ ગયું અને આજે વર્ષો પછી પણ આ તળાવમાં વિકાસ તો કરવામાં આવ્યો છે પરંતુ જાળવણીનો અભાવ જોવા મળે છે. ગંગાજળિયા તળાવના પાણીમાં છેલ્લા બે વર્ષથી લીલી વનસ્પતિનું સામ્રાજ્ય છે. તળાવની ત્રણ બાજુએ રસ્તો છે જે તે હાલતા ચાલતા લોકો તેમાં કચરો ફેકતા જાય છે, જેને કારણે પાણીમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. જો કે મહાનગરપાલિકાએ રહી રહીને સફાઈ હાથ ધરી છે.

તળાવની કામગીરી શરુ કરાઈ (ETV Bharat Gujarat)

સુવિધા અને સ્વચ્છતા રખાય તો ફરવાનું ઉત્તમ સ્થળ બને: ભાવનગરના જાગૃત નાગરિક હરિભાઈએ તળાવને પગલે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ભાવનગરના નાગરિક અને રોજ ગંગાજળિયા તળાવે આવતા હરિભાઈએ જણાવ્યું હતું કે આ તળાવમાં કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો છે. પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી. વનસ્પતિ ઉગી ગઈ છે, જેને સમયાંતરે કાઢીને ખર્ચો કરવામાં આવે છે. પરંતુ એનો કાયમી નિકાલ થાય અને આધુનિક મશીન લાવીને કાઢવામાં આવે તો વધુ સારું. રસ્તા ઉપર નીકળતા લોકો વધેલો ખોરાક ઝબલામાં ભરીને નાખતા જાય છે, જેના કારણે પાણીમાં માછલીઓ મરવાના પણ બનાવો બન્યા છે. જો કે ગંદા પાણીને કારણે મચ્છરોનો પણ ત્રાસ વધે છે, તેમજ લોકોને હરવા ફરવા માટે તળાવ બને અને પાણી સ્વચ્છ થાય તેવી અપેક્ષા છે. જો કે મહાનગરપાલિકા બોટીંગ શરૂ કરે તો કમાણી પણ થઈ શકે છે.

ગંગાજળિયા તળાવ (ETV Bharat Gujarat)

મહાનગરપાલિકાએ હાથ ધરી સફાઈ:ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એમ.એમ હિરપરાએ જણાવ્યું હતું કે આ આમ તો ગંગાજળીયા તળાવમાં અવારનવાર આપણે સફાઈની કામગીરી કરાવીએ છીએ. અગાઉ ત્રણ ચાર મહિના પહેલાં કરાવેલી, ત્યારબાદ અત્યારે લગભગ છેલ્લા 15 દિવસ થયા સફાઈ ચાલુ છે. જો કે ફરીથી જંગલી વનસ્પતિ તેમાં ઉગી જાય છે, કચરો પબ્લિક ફેકતી હોય છે. ઘણા નાળિયેરને એવું બધું પધરાવેલું હોય છે. આ બધું સફાઈ કરવાની કામગીરી ચાલુ કરેલ છે અને એમાં લગભગ પાંચેક લાખનો ખર્ચ થવાનો સંભવના છે.

ગંગાજળિયા તળાવ (ETV Bharat Gujarat)

સુરક્ષાના નામે મીંડું: ડેપ્યુટી કમિશનર એમ એમ હિરપરાએ જણાવ્યું હતું કે ચોકીદાર મુકેલા છે, પણ તળાવનો ઘેરાવો એટલો મોટો છે કે ચોકીદાર એક બાજુ હોય, તો બીજી બાજુ પબ્લિક જો ઝભલા લઈને નીકળ્યા હોય તેને સીધા તળાવમાં ફેંકી દે છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આખા શહેરમાં સીસીટીવી મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે એમાં ત્યાં પણ મુકવામાં આવશે. મતલબ કે હાલમાં CCTV પણ નથી અને મોટા તળાવની સુરક્ષા માટે એક માત્ર ચોકીદાર પર આધાર છે.

ગંગાજળિયા તળાવ (ETV Bharat Gujarat)
  1. રાજકોટમાં અધિકારી મનસુખ સાગઠીયાની ચાલી રહેલી ACB તપાસમાં સ્પેશ્યલ પી.પી.ની નિમણૂક કરાઈ - Rajkot Game zone fire case updates

ABOUT THE AUTHOR

...view details