ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર એરપોર્ટના રનવે પર જ કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલોટ, 1 ક્રૂ ડ્રાઈવર શહીદ - HELICOPTER CRASH

રવિવારે પોરબંદર એરપોર્ટના રનવે પર જ કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમાં ત્રણ જવાનોના મોત થયા છે.

પોરબંદરમાં કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ
પોરબંદરમાં કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2025, 2:59 PM IST

Updated : Jan 5, 2025, 9:11 PM IST

પોરબંદર:આજે રવિવારે પોરબંદર એરપોર્ટના રનવે પર ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર કોઈ કારણસર ક્રેશ થયું હતું. જેમાં ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો છે.

આ દુ:ખદ ઘટનાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આધિકારીક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે આ ઘટનાની તપાસને લઈને જીવ ગુમાવનાર જવાનોના પ્રત્યે દુ:ખ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પોરબંદરમાં કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ (Etv Bharat Gujarat)

ભારતીય કોસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે 5 જાન્યુઆરી રવિવારના રોજ, બપોરે 12.15 કલાકે પોરબંદરના એરપોર્ટના રનવે પર ICG હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું, જેમાં 2 પાયલોટ અને 1 ક્રૂ ડ્રાઈવરે જીવ ગુમાવ્યો છે. તેઓ પોતાની રૂટીન ટ્રેઈનિંગ કરી રહ્યાં હતાં.

ઘટનાના પગલે તેમને તુરંત પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબોએ ત્રણેય જવાનોને મૃત જાહેર કર્યા હતાં. કોસ્ટ ગાર્ડ દ્વારા આ ઘટના સંદર્ભે બોર્ડ ઈન્કવાયરીના આદેશ અપાયા છે.

જીવ ગુમાવનાર જવાનોમાં કમાન્ડન્ટ સૌરભ, ડેપ્યુટી કમાન્ડન્ટ એસ.કે. યાદવ અને મનોજ પ્રધાન નાવિકનો સમાવેશ થાય છે. મૃતક જવાનોના અંતિમ સંસ્કાર સન્માન પુર્વક કરવામાં આવશે. મૃતક ક્રૂના અંતિમ સંસ્કાર સેવા પરંપરાઓ અને સન્માન મુજબ કરવામાં આવશે. કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે, અમે ભારતીય તટરક્ષક દળના ત્રણ બહાદુર આત્માઓને સલામ કરીએ છીએ જેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનો જીવ ન્યોછાવર કર્યો.

2 પાયલોટ અને 1 ક્રૂ ડ્રાઈવરે જીવ ગુમાવ્યો

  1. કમાન્ડન્ટ સૌરભ
  2. ડેપ્યુટી કમાન્ડન્ટ એસ.કે. યાદવ
  3. મનોજ પ્રધાન નાવિક

આ દુર્ઘટનાને લઈને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તથા તેમના ભાઈ રામદેવભાઈ મોઢવાડિયા પણ તાત્કાલિક આ સમાચાર મળતા સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા, અને આ ઘટના બાબતે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ દુઃખની ઘડીમાં પરિવારજનોને સાંત્વના આપી હતી.

કોસ્ટ ગાર્ડના ત્રણ જવાનોના મોતથી અરેરાટી (Etv Bharat Gujarat)

પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા અને કોસ્ટ ગાર્ડના ડીઆઈજી પંકજ અગ્રવાલ પણ ઘટના સંદર્ભે દોડી આવ્યા હતા, ત્યારે એસપી ભગીરથસિંહ જાડેજાએ ઘટના સંદર્ભે પ્રાથમિક માહિતી આપી હતી.

  1. માછીમારોની ડૂબતી નૈયા કોસ્ટગાર્ડે બચાવી, પોરબંદરના સમુદ્રમાંથી કુલ 7 માછીમારોને બચાવાયા
  2. ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોનું અભૂતપૂર્વ સાહસી પ્રદર્શન, સમન્વયિત SAR મિશનમાં 12 નાવિકોને ડૂબતા જહાજમાંથી બચાવ્યા
Last Updated : Jan 5, 2025, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details