ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી નોકરી મેળવવામાં નાપાસ TET-TAT પાસ ઉમેદવારોનો હંગામો, સરકારે ટીંગાટોળી કરી ભગાડ્યા - TET TAT pass candidate agitation - TET TAT PASS CANDIDATE AGITATION

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.TET-TATના પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલનના શરૂઆત કરી હતી. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયતનો દૌર શરૂ કર્યો હતો., TET-TAT pass candidates started agitation

આંદોલનના પગલે પોલીસ એક્શન મોડમાં
આંદોલનના પગલે પોલીસ એક્શન મોડમાં (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 18, 2024, 7:58 PM IST

ગાંધીનગર: ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાનસહાયકની યોજના અમલમાં મુકી છે. જેમાં TET-TAT પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂક કરવામાં આવી હતી. છતાં ઉમેદવારો હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાનસહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે TET-TAT પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે.

TET-TAT પાસ હજારો ઉમેદવારો લાંબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે. પરતું રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને TET-TAT પાસ થયેલા હજારો ઉમેદવારો સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલનના શરૂઆત કરી હતી. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. અને જિગ્નેશ મેવાણી સહિત આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ એક્શન મોડમાં આવી જતા આંદોલનનો ફિયાસ્કો થઈ ગયો હતો.

ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખાલી પડેલા હોદ્દા પર તો ભરતી કરતી નથી. TET-TATના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે 90 હજાર TET-TAT પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપો. ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. પરંતુ સરકાર તેની સાથે ચર્ચા કરવા માગતી નથી. જો સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું.

  1. અંતે...ખીરસરા સ્વામિનારાયણ સંપ્રદાયના દુષ્કર્મના આરોપી સ્વામીઓ અને એક સંચાલક વિષયક પોલીસે જાહેર કરી માહિતી - Rajkot Swami Narayan Saint Issue
  2. સાબરમતિ જેલમાં બંધ લારેન્સ બિશ્નોઈનો વધુ એક વીડિયો વાયરલ, જેલ પ્રશાસન પર ઉઠ્યા સવાલ - Lares Bishnoi video call viral

ABOUT THE AUTHOR

...view details