સી આર પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા જૂનાગઢઃ આજે વંથલી માર્કેટિંગ યાર્ડમાં માણાવદર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીનો ભાજપમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અરવિંદ લાડાણી કૉંગ્રેસ છોડીને વિધિવત રીતે ભાજપમાં ભળી ગયા હતા. તેમની સાથે માણાવદરના અનેક કૉંગ્રેસ કાર્યકર્તાઓએ પણ ભાજપનો ખેસ પહેરીને કેસરીયા કર્યા હતા. આ કાર્યક્રમમાં જવાહર ચાવડાની ગેર હાજરી નોંધનીય બની હતી.
ભાજપનો ભરતીમેળોઃ વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત કોંગ્રેસના અનેક કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્યા ધર્મિષ્ઠા કમાણી, જૂનાગઢ તાલુકા પંચાયતના મહિલા સદસ્ય પણ ભાજપમાં જોડાયા હતા. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પરથી લડેલા 'આપ'ના ચેતન ગજેરા પણ હવે ફરી એક વખત ભાજપના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.
સ્વાગત કાર્યક્રમમાં જવાહર ચાવડાની 'નોંધનીય' ગેર હાજરી જવાહર ચાવડાની 'સૂચક' ગેરહાજરી: માણાવદર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાની આજના કાર્યક્રમમાં 'સૂચક' ગેર હાજરી'નોંધનીય' બની હતી. વર્ષ 2022ની સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના અરવિંદ લાડાણી સામે જવાહર ચાવડાનો પરાજય થયો હતો. ત્યારબાદ અરવિંદ લાડાણી કૉંગ્રેસ માંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે ત્યારે જવાહર ચાવડાની ગેર હાજરીની ચર્ચાએ વેગ પકડ્યો હતો. સી.આર. પટેલની સાથે આજે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ કીરીટ પટેલની સાથે દૂધ ઉત્પાદક સંઘના દિનેશ ખટારીયા અને માંગરોળ, કેશોદ અને જૂનાગઢના ધારાસભ્ય પણ ભાજપના ભરતી મેળામાં હાજર રહ્યા હતા.
સ્વાગત કાર્યક્રમમાં જવાહર ચાવડાની 'નોંધનીય' ગેર હાજરી માણાવદર બેઠક ભાજપ માટે મહત્વનીઃ વર્ષ 2019ની લોકસભા સામાન્ય ચૂંટણી બાદ જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદની પેટા ચૂંટણીમાં આજે ભાજપમાં જોડાયેલા અરવિંદ લાડાણી સામે વર્ષ 2019માં જવાહર ચાવડાનો પાતળી બહુમતીથી વિજય થયો હતો. વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ફરી એક વખત જવાહર ચાવડા અને અરવિંદ લાડાણીની ટક્કર થઈ હતી. જેમાં કૉંગ્રેસના અરવિંદ લાડાણીનો પાતળી બહુમતીથી વિજય થયો હતો. ફરી એક વખત લોકસભાની ચૂંટણી સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ માટે આ બેઠક જીતવી સૌરાષ્ટ્રના રાજકારણ માટે સૌથી મહત્વની માનવામાં આવી રહી છે. માણાવદર વિધાનસભા પોરબંદર લોકસભામાં આવે છે અહીંથી ભાજપે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. જેથી પણ માણાવદર વિધાનસભા બેઠક રાજકીય રીતે મહત્વની બની ચૂકી છે.
સ્વાગત કાર્યક્રમમાં જવાહર ચાવડાની 'નોંધનીય' ગેર હાજરી આજે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો ઉપરાંત અનેક કૉંગ્રેસ કાર્યકરો આજે ભાજપમાં પ્રવેશવાના છે...દિનેશ ખટારીયા(પ્રભારી, માણાવદર વિધાનસભા)
આજે હું ભાજપમાં કાયદેસરનો પ્રવેશ કરી ભાજપનો સૈનિક બન્યો છું. મારી સાથે 1500થી 2000 કાર્યકરો ભાજપમાં જોડાશે...અરવિંદ લાડાણી(પૂર્વ ધારાસભ્ય, માણાવદર)
- Arvind Ladani: શું માણાવદરમાં પણ કોંગ્રેસ ગઢનો વધુ એક કાંગરો ખરશે? અફવાઓનું બજાર ગરમ
- Arvind Ladani: 3 ફેબ્રુઆરીએ કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કરશે ઘર વાપસી