ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ શામળાજી ખાતે આવતીકાલથી દર્શનનો સમય બદલાશે, ઠંડીના પગલે મંદિર ટ્રસ્ટનો નિર્ણય - SHAMLAJI TEMPLE TIMING

અરવલ્લીમાં આવેલા યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન સમયમાં ઠંડીની મોસમને પગલે ફેરફાર કરવામાં આવ્યો છે.

શામળાજી મંદિરની તસવીર
શામળાજી મંદિરની તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2024, 9:47 PM IST

અરવલ્લી: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પ્રસરી રહી છે. સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ઠંડીને પગલે ફેરફાર કરવામાં આવ્યો છે. સમયમાં કરવામાં આવેલો આ ફેરફાર આવતીકાલથી જ લાગુ થશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે.

શામળાજીમાં દર્શનનો સમય હવે કેટલો રહેશે?
અરવલ્લીમાં આવેલા યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન સમયમાં ઠંડીની મોસમને પગલે ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે મંદિર રાત્રે અડધો કલાક વહેલું બંધ થશે. સમયમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ શામળાજી મંદિર હવે રાત્રે 8.30 વાગ્યાના બદલે 8 વાગ્યે જ બંધ કરી દેવામાં આવશે. જોકે મંદિરમાં સવારથી સાંજ સુધીનો દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે તેવી પણ જાણકારી મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે.

નોંધનીય છે કે, યાત્રાધામ શામળાજી ખાતે મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધીમાં સેંકડો ભક્તો દર્શને આવતા હોય છે. એવામાં હવે રાત્રે 8 વાગ્યા બાદ મંદિરે દર્શન કરવા પહોંચનારા ભક્તોને ધક્કો ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સમયમાં ફેરફાર અંગે જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. સોશ્યલ મીડિયા ને બના દી જોડી: અંક્લેશ્વરના યુવાને ફિલિપાઇન્સની યુવતી સાથે કર્યા લગ્ન, રેન્ડમલી મોકલેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂ કહાની
  2. ભાવનગરની એક એવી સંસ્થા જે છેલ્લા 103 વર્ષથી લોકોને 'પાણીના ભાવે ઉકાળો' પીવડાવે છે

ABOUT THE AUTHOR

...view details