ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં આધારકાર્ડ અપડેટ માટે અરજદારોને ધર્મના ધક્કા, જાણો Etv Bharatના રિયાલિટી ચેકમાં... - Aadhaar card update in Jamnagar - AADHAAR CARD UPDATE IN JAMNAGAR

સરકાર દ્વારા આધારકાર્ડ અપડેટ કરાવું ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ આધારકાર્ડ અપડેટ કરવા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને આધારકાર્ડ અપડેટ માટે ધક્કા ખાવા પડે છે. જાણો..., Aadhaar card update in Jamnagar

જામનગરમાં આધારકાર્ડ અપડેટ માટે અરજદારોની ભારે ભીડ
જામનગરમાં આધારકાર્ડ અપડેટ માટે અરજદારોની ભારે ભીડ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2024, 5:15 PM IST

જામનગર: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃતિ માટે રેશનકાર્ડમાં e-KYC ફરજિયાત કરવાનું ફરમાન જારી કરાયું છે. ત્યારે આધારકાર્ડ અપડેટ કરવાને લઈને આધાર કેન્દ્રોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. જામનગરમાં ભારે વરસાદ બાદ તળાવની પાળે આવેલા આધાર કાર્ડ કેન્દ્રમાં વરસાદી પાણી ભરાયા હતા. જેને કરાણે જામનગર આધારકાર્ડ કેન્દ્ર મોડું શરૂ થયું હતું.

ટોકન સિસ્ટમ દ્વારા આધાર અપડેટ: જામનગરમાં તળાવની પાળે આવેલા આધારકાર્ડ કેન્દ્રમાં લોકોની વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી છે. આજ રોજ ETV ભારત દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે આ આધાર કેન્દ્રોમાં લોકોને ટોકન આપવામાં આવે છે અને ટોકન સિસ્ટમ દ્વારા આધાર અપડેટ કરી આપવામાં આવે છે. અહીં નાના બાળકોથી લઈને મોટા તેમજ વૃદ્ધો આધાર અપડેટ કરવા માટે પહોંચી ગયા છે. દૂર દૂરથી ખાસ કરીને મહિલાઓ આધાર અપડેટ કરાવા માટે આવે છે.

જામનગરમાં આધારકાર્ડ અપડેટ માટે અરજદારોને ધર્મના ધક્કા (Etv Bharat Gujarat)

અહીં અરજદારો બે બે ત્રણ ત્રણ વખત આધાર કાર્ડ કેન્દ્રના ધક્કા ખાતાઓની વિગતો સામે આવી છે. એક બાજુ રાજ્યમાં તમામ કામો ડિજિટલ કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ આધારકાર્ડમાં નામ અને સરનામું બદલો માટે લોકોને અનેક ધક્કા ખાવા પડે છે.

આ પણ વાંચો:

  1. આધાર અપડેટ માટે લોકોની ભારે ભીડ: વલસાડ જિલ્લામાં 93 માંથી 23 કીટ બંધ હાલતમાં, માત્ર 70 કાર્યરત - valsad news
  2. પાટણ મામલતદાર કચેરીએ રાશન કાર્ડના E-KYC ન થતા લોકો પરેશાન, કચેરી અરજદારોથી ઉભરાઈ - Crowd of people for e KYC

ABOUT THE AUTHOR

...view details