સાગર ડબલુ હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર (ETV bharat Gujarat) પોરબંદર: પોરબંદરમાં છેલ્લાં થોડા દિવસથી અસામાજિક તત્વોનો ત્રાસ વઘી રહ્યો છે. બીજી તરફ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ પોલીસ સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે, આ દરમિયાન સાગર ડબલુ નામના અસામાજિક તત્વની હત્યાથી શહેરમાં ચકચાર મચી ગયો છે. જોકે, પોલીસ સાગર ડબલુની હત્યાના તમામ આરોપીઓને ઝડપી પાડ્યા અને હાલ તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર (ETV bharat Gujarat) પોરબંદરમાં રહેતા દિપકભાઈએ કમલાગબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કે તેના ભાણેજ મૃતક સાગર ઉર્ફ ડબલુ મુળજીભાઈ મોતીવરસ (ઉ.વ.૨૩, રહે. હોળી ચકલા, ખારવાવાડ, પોરબંદર)ને કોઈ સાથે અગાઉ મારામારી અને ઝઘડો થયો હતો તથા આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી અને આરોપીઓ સમાજમાં પોતાની ધાક જમાવવા માટે એક સાથે મળી દારૂની હેરફેર, મારામારી, ધમકીઓ આપી ગેરકાયદેસર રીતે નાણાકિય લાભ મેળવવા અંગેના ગુન્હાઓ દાખલ કર્યા હતા.
આ તમામ આરોપીઓએ ગેરકાયદેસર રીતે પ્રાણઘાતક હથીયારો સાથે સંગઠીત થઈને સાથે આવી, ભુંડી ગાળો કાઢી, પુર્વ આયોજીત કાવતરૂ રચી, સાગરની પાછળ દોડી તેને પાછળથી ધક્કો મારી જમીનમાં મો ભર પછાડી દીધો હતો. ત્યારબાદ આરોપીઓએ સાગરને પકડી રાખી, શરીરે ઢીકા પાટુનો માર મારી પોતાની પાસે રહેલ છરીથી સાગરના પાછળના ભાગે ડાબા ખભા ઉપર તથા પીઠના ભાગે અને કમરના ભાગે સાતેક પથ્થરના ઘા મારી તેના શરીરે જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી.
અગાઉ પકડાયેલ આરોપી: જિલ્લા મેજી.પોરબંદરના હથીયાર બંદી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવામાં એક બીજાને મદદગારી કરી હતી, જે સંદર્ભે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ 2023ની કલમ 103(2), 111,61,115(2), 352 તથા જી.પી.એકટ કલમ 135 મુજબની ફરીયાદ નોંધાઇ હતી. આ અગાઉ પકડાયેલ આરોપીઓની સંખ્યા :-(1) અનીલ ધનજી વાંદરીયા, (2) ચેતન ઉર્ફે ચેતુ ધનજી વાંદરીયા, (3) યશ ઉર્ફે વાયપી અશોકભાઇ પાંજરી, (4) પ્રીન્સ ઉર્ફે ઢીકાઢીક મહેશભાઇ ચૌહાણ, (5) રાહુલ ઉર્ફે લાલો મનસુખભાઇ ચામડીયા, (6) કેનીક ધીરજભાઇ શેરાજી, (7)ખુશાલ વિનોદ જુંગી, (8) આશિષ ટકો, (9) કુશ કિરીટભાઇ જુંગી, (10)કેવલ મસાણી, (11) પવન ઉર્ફે પપ્પુ નરેશભાઇ પરમાર, (12) હીરેન જુંગી અને આજે અટકાયત કરેલ આરોપીનું નામ આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખભાઇ ગોહેલ છે.
ગુનો કરતા સમયે આરોપી આકાશ ઉર્ફે બંધ મગજને હાથના ભાગે ધારદાર હથિયારથી ઇજા થયેલ હોવાથી પ્રથમ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર કરાવી ત્યારબાદ તેને તા.14/7/2024ના રોજ રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી અને ત્યાંથી દેવ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો અને તા.18/7/2024 ના રોજ રાજકોટ ખાતેથી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. અને આજરોજ આરોપી આકાશની તબીયત સારી થતા ઉપરોક્ત ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી પ્રમાણે અટકાયત કરવામાં આવી છે
આરોપીઓના 7 દિવસના રીમાન્ડ મંજુર: સાગર ડબલુની હત્યાના ગુનામાં કુલ-12 આરોપીના નામદાર કોર્ટ ખાતે પોલીસે રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જે માંગણીને નામદાર કોર્ટ દ્રારા ગ્રાહ્ય રાખી, ઉપરોક્ત તમામ આરોપીઓના તા.23/07/2024 સુધીના દિન-7 ના રીમાન્ડ મંજુર કર્યા છે. ત્યારબાદ આજરોજ કુલ-૧૩ આરોપીઓને ગુ્નો કયાં અને કેવી રીતે બન્યો છે? તથા સદર ગુનાના કામે કોનો શું રોલ હતો તથા ગુનો કર્યા બાદ આરોપીઓ કયા રૂટ દ્રારા કેવી રીતે ભાગ્યા હતા તે જાણવા તમામ આરોપીઓને સાથે રાખીને હત્યાના બનાવનુ રીક્રન્ટ્રકશન પંચનામુ કરવામાં આવ્યુ હતું.
- એક હત્યા અને 13 આરોપી, પોરબંદરના કુખ્યાત બુટલેગર સાગર ડબલુની હત્યા માટે ઘડાયો હતો મોટો પ્લાન - MURDER IN PORBANDAR
- પોરબંદરમાં કુખ્યાત સાગર ડબલુની હત્યા, છરીના ઘા મારી કરી હત્યા - MURDER IN PORBANDAR