અમદાવાદઃજીએસટી ફ્રોડ કેસ મામલે મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી. 28 લાખ રૂપિયાના ચીટિંગ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે અંગે આજે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે પત્રકાર પરિષદ યોજીને મોટો ખુલાસો કર્યો હતો.
મહેશ લાંગા જીએસટી કેસ મુદ્દે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, અમે અગાઉની એફઆઇઆરનું ટેકનિકલ એનાલિસિસ કર્યું છે. જેમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં 12 કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કંપની વિશે મહેશ લાંગાએ કોર્ટમાં પણ એક્સેપ્ટ કર્યું છે કે આ કંપની એમની છે આ કેસમાં અત્યાર સુધી 17 લોકોને પકડી પાડવામાંં આવ્યા છે.
પત્રકાર મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ (Etv Bharat Gujarat) તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહેશ લાંગાએ આઈટી રિટર્નમાં પણ ઓછી આવક બતાવી છે અને મહેશ લાંગા કરોડપતિ જેવી લાઇફ સ્ટાઇલમાં રહેતો હતો અને પોલીસને તપાસ દરમિયાન પણ લાંગાના ઘરેથી 20 લાખ રૂપિયા પ્રાપ્ત થયા હતા અને સાથે જ મહેશ લાંગાના ઘરેથી કેટલાક ડોક્યુમેન્ટ પણ તપાસ દરમિયાન હાથે લાગ્યા છે. જેમાં કેટલાક ડોક્યુમેન્ટ સચિવાલયને લાગતા પણ હતા. આ અંગે અમે ગાંધીનગર પોલીસને પણ જાણ કરીને ફરિયાદ દાખલ કરવા માટે કહ્યું છે. એટલે હવે મહેશ લાંગાની લાઈફ સ્ટાઈલ અને તેના કોન્ટેક સોર્સની પણ તપાસ કરવામાં આવશે અને આખા કૌભાંડનો આંકડો કરોડો રૂપિયાનો પણ સામે આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, જીએસટી ફ્રોડ કેસમાં 7 ઓક્ટોબરના રોજ મહેશ લાંગા અને અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તપાસમાં પત્રકાર મહેશ લાંગાના ઘરેથી 20 લાખ રોકડ અને કિંમતી દસ્તાવેજો મળ્યા હતા. આના પછી જીએસટી કૌભાંડને લઈને ભાવનગર, સુરત, રાજકોટ, અમદાવાદ સહિતની જગ્યાઓમાં પણ દરોડા પડ્યા હતા અને 220 જેટલી બોગસ કંપનીઓ અંગે હાલ તપાસ ચાલી રહી છે. આપણે જણાવી દઈએ કે ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની મહેશ લાંગાની પત્ની પિતરાઈ ભાઈ અને સિક્યુરિટી ગાર્ડના નામે છે અને મહેશ લાંગા દ્વારા છેલ્લા બે વર્ષમાં 20 કરોડનું કૌભાંડ આચાર્યા હોવાનું તપાસ સામે આવ્યું છે. ખુશી એન્ટરપ્રાઇઝના ડાયરેક્ટર પ્રણાવ શાહ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે મહેશ લાંગાના ફોન લેપટોપ સહિતના દસ્તાવેજો કબજે કર્યા છે અને આવનારા દિવસો તે અંગે પણ મોટો ખુલાસો થઈ શકે છે.
- "...તો કેશુભાઈ પટેલ 1979માં મુખ્યમંત્રી બન્યા હોત," આ પુસ્તકમાં છે રાજનીતિના અનેકવિધ પાસા
- મઠિયા-ચોળાફળીનું હબ એટલે ખેડાનું ઉત્તરસંડા ગામ, ચોળાફળી અનેે મઠીયા દેશ વિદેશમાં વખણાય