ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરમીમાં પશુના દૂધમાં થયો ઘટાડો,ડેરીમાં 1 લાખ લિટરની ઘટ,પ્રાણી વિભાગ દ્વારા તાત્કાલિક પગલાંની અપાઇ સલાહ - Decrease in milk of cattle

ભાવનગર જિલ્લામાં પશુપાલકોને ગરમી અવતાની સાથે આર્થિક માર પડવા લાગે છે. આકરી ગરમી વચ્ચે દુધાળા પશુઓના દૂધની આવકમાં ઘટાડો થાય જાય છે.પરંતુ ડેરીમાં આપતા દુધના પશુપાલકોને દૂધમાં ગરમીના કારણે આવક ઘટતા ભાવ વધારો આપવામાં આવે છે.જો કે પશુપાલકોને આપવામાં આવતો ભાવ અંતે પ્રજા પાર આવે છે. જાણો કેમ

ગરમીમાં પશુના દૂધમાં થયો ઘટાડો,ડેરીમાં 1 લાખ લિટરની ઘટ
ગરમીમાં પશુના દૂધમાં થયો ઘટાડો,ડેરીમાં 1 લાખ લિટરની ઘટ

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 5:08 PM IST

Updated : Apr 25, 2024, 5:30 PM IST

ભાવનગર: પશુપાલકોને ગરમી અવતાની સાથે આર્થિક માર પડવા લાગે છે. આકરી ગરમી વચ્ચે દુધાળા પશુઓના દૂધની આવકમાં ઘટાડો થાય જાય છે. પરંતુ ડેરીમાં આપતા દુધના પશુપાલકોને દૂધમાં ગરમીના કારણે આવક ઘટતા ભાવ વધારો આપવામાં આવે છે. જો કે પશુપાલકોને આપવામાં આવતો ભાવ અંતે પ્રજા પાસે આવે છે.

ગરમીમાં પશુના દૂધમાં થયો ઘટાડો,ડેરીમાં 1 લાખ લિટરની ઘટ

ગરમી વધતા દુધાળા પશુઓના દુધમાં ઘટાડો: ભાવનગર જિલ્લામાં પશુપાલકોની આવક દૂધની આવક પર નિર્ભર રાખે છે. ત્યારે ભાવનગર શહેરમાં વર્ષો જૂની મહાજન ગૌશાળામાં ગિરની ગાયો રાખવામાં આવે છે. ગૌશાળાની ગાયોના દૂધનું વિતરણ પણ થાય છે. ત્યારે ગૌશાળાઓમાં ગાયોનું સંચાલન કરતા વજાભાઈ આલે જણાવ્યું હતું કે, શ્રી મહાજન ગૌશાળા વર્ષો જૂની સંસ્થા છે. ગાયને બહુ ગરમી પડે એટલે ઘટાડો દૂધમાં થાય છે. વધારે પડતી ગરમીના હિસાબે જે ગાય ચાર-પાંચ લીટર દૂધ દેતી હોય એ ત્રણ, સાડા ત્રણ, ચાર લીટર દૂધ આપે છે. અમારી પાસે 30-32 જેટલી ગાયો દુધણીઓ છે. આમ અમારી પાસે 150 ગાયો છે,પણ દૂધનો ઘટાડો થાય લીલો ઘાસચારો વધારે હોય તો ઓછો વાંધો આવે.

જિલ્લામાં દુધના ઘટાડાથી બચવા શું કરવું:ભાવનગર જિલ્લામાં પશુપાલકોને વર્ષના બે મોસમમાં દૂધમાં ઘટાડો જોવા મળે છે. ત્યારે જિલ્લા પંચાયતના પશુ વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં છેલ્લી પશુધન વસ્તી ગણતરી પ્રમાણે પશુઓમાં ગાય વર્ગ 2.26 લાખ અને ભેંસ વર્ગ 2.91 લાખ એમ કુલ 5.17 લાખ નોંધાયેલા છે. લીલાચારાની અછત, આપણે ઇરીગેશનનું પ્રમાણ ઓછું હોવાથી લીલાચારો પશુઓના આહારમાં ઓછો મળવાથી એક દૂધનું પ્રમાણ ઘટે અને બીજું જે વધારે પ્રમાણમાં ગરમી લાગવાથી પશુઓની ઉત્પાદન ક્ષમતામાં માઠી અસર પડે અને એના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો આવે છે. ગરમીથી જે રક્ષણ મળે એવા તમામ પગલાં પશુપાલકો લેવા જોઈએ. જેમાં એક તો ગરમીની કલાકો દરમિયાન પશુઓના ચરાવવાનો, કામ કરાવવાનું, બહાર લઈ જવાનું એ બધું બંધ કરવું જોઈએ. પશુને 24 કલાક સ્વચ્છ પાણી મળી રહે એની સગવડતા કરવી જોઈએ. આ સિવાય વધુ ગરમી પડતી હોય તો એ સમયગાળા દરમિયાન એના શેડમાં ફુવારાઓ અથવા પશુઓના નવડાવવાની જેવી વ્યવસ્થા કરવી અને વધુ પ્રમાણમાં લીલોચારો એને મળી રહે આ વ્યવસ્થા કરે તો દૂધ ઉત્પાદનમાં ઘટાડો એને જોવા ના મળે.

શિહોરની સર્વોત્તમ ડેરીમાં આવક ઘટી: ગરમીમાં પશુઓના દૂધમાં ઘટાડો થતો હોવાને પગલે ડેરીમાં મળતી કિંમતમાં પણ ઘટાડો થઈ જતો હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના શિહોરમાં આવેલી સર્વોત્તમ ડેરીના મેનેજર એચ.આર.જોષીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સિઝનમાં 3.60 લાખ લિટર દૂધની આવક થતી હોય છે. જે ઘટીને હાલમાં 3.10 લાખ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધુ ગરમી પડવાથી 2.50 લાખે પહોંચી જાય છે. આમ આવકમાં ઘટાડો થાય છે. જો કે પશુપાલકોને હાલમાં 790 રૂપિયા ફેટ એક કિંમત મળી રહી છે, તેમાં અમે દૂધની આવક ઘટતા વધારો કરી આપીએ છીએ. જેમ કે 810, 830, 850 સુધી એમ એક કિલો ફેટના ભાવનો વધારો સમયાંતરે થતો હોય છે. પ્રજા પર બોજો હાલમાં નથી આવતો પણ વર્ષના અંતે વધારો લિટરમાં કરવો પડે છે. મતલબ કે પશુપાલકોને દૂધમાં આવકમાં ઘટાડો થવાથી ડેરી તરફથી રાહત જરૂર મળી રહે છે.

  1. ભાવનગરમાં મધર મિલ્ક બેન્કની સ્થાપના, ધાત્રી માતાઓના દૂધના દાનથી અનેક બાળકોનું જીવન ખીલશે - Mother Milk Bank
  2. નોંધી લો ! આકરા તાપથી દૂધાળા પશુઓને બચાવવા શું કરશો ? કચ્છમાં દૂધ ઉત્પાદનમાં 26 ટકાનો ઘટાડો - Summer 2024
Last Updated : Apr 25, 2024, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details