ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના વડગામનો 1700 વર્ષ જૂનો પાણીયારી આશ્રમ આજે બન્યો છે લોકોનો પ્રિય પિકનિક પોઈન્ટ - Ancient Paniyari Ashram - ANCIENT PANIYARI ASHRAM

બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલો ગુરુનો ભાખરો એટલે કે ગુ‍રુ ધુધળીનાથનો આશ્રમ જે પાણિયારી આશ્રમ તરીકે ઓળખાય છે. જે આજેય ભક્તોમાં પોતાનું અનેરું સ્થાન ધરાવે છે. ક્યાં આવેલુ છે આ પ્રાચીન સ્થાન? અને શું છે તેનો અનેરો ઇતિહાસ? જાણો અમારા આ વિશેષ અહેવાલમાં. Ancient Paniyari Ashram

બનાસકાંઠાના વડગામનો 1700 વર્ષ જૂનો પાણીયારી આશ્રમ
બનાસકાંઠાના વડગામનો 1700 વર્ષ જૂનો પાણીયારી આશ્રમ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 4:50 PM IST

1700 વર્ષ પહેલા ગુરુ ધુધળીનાથ દ્વારા એક આશ્રમની સ્થાપના કરવામાં આવી (Etv Bharat Gujarat)

બનાસકાંઠા:અંબાજી હાઈવે પર જતાં વડગામ તાલુકાના મુમનવાસથી અંદર અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું કુદરતી રમણીય સ્થળ એટલે પાણીયારી અહીં 1700 વર્ષ પહેલા ગુરુ ધુધળીનાથ દ્વારા એક આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાચીન આશ્રમના ગુરુ ધૂંધળીનાથ દ્વારા ગરીબોના દુઃખડા દૂર કરાતા હતા એવું લોકોમાં માનવામાં આવે છે. લોકો તેમના આશીર્વાદ લેવા પહોચતા અને તેમના આશીર્વાદથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી. જેથી આજેય ભક્તો અહીં દર્શન માટે પહોંચે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી તેમની આસ્થા છે.

બનાસકાંઠાના વડગામનો પ્રાચીન પાણીયારી આશ્રમ (Etv Bharat Gujarat)

અન્નક્ષેત્ર પણ મહારાજ દ્વારા ચલાવવામાં આવે:સમય જતાં અહીં ધૂંધળીનાથ બાપાની મૂર્તિ સ્થાપવામાં આવી. જેના દર્શન અર્થે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે. આ સમગ્ર આશ્રમની સારસંભાળ બાળક રામગીરી મહારાજ દ્વારા કરવામાં આવે છે. અને બારે મહિના અહીં અન્નક્ષેત્ર પણ આ મહારાજ દ્વારા ચલાવવામાં આવે છે. તેમજ જેમનો કોઈ સહારો ન હોય તેવા વ્યક્તિઓને પણ અહીં આશ્રમમાં રાખવામાં આવે છે. તેમને બધી જ સગવડ પૂરી પાડવામાં આવતી હોય છે.

લોકોનો પ્રિય પિકનિક પોઈન્ટ (Etv Bharat Gujarat)
ગુરુ ધુધળીનાથના સ્થાને દર વસંત પંચમીએ મોટો મેળો ભરાય (Etv Bharat Gujarat)

વસંત પંચમીએ મોટો મેળો ભરાય:ગુરુ ધુધળીનાથના સ્થાને દર વસંત પંચમીએ મોટો મેળો ભરાય છે. આજુબાજુના ગામોમાં પહેલા પુત્રના પ્રસંગે શ્રાવણ માસના સોમવારે ગુરુનો લોટ કરવાનો અહીં મહિમા છે. આજેય પાણીયારી તળેટીના આશ્રમમાં લોકો આવી ગુરુના પર્વત ઉપર ચડી પૂજા પણ કરે છે.

ઝરણામાં નાહવાની સાથે પીકનીક પોઇન્ટની પણ મજા (Etv Bharat Gujarat)
ઝરણામાં નાહવાની સાથે પીકનીક પોઇન્ટની પણ મજા (Etv Bharat Gujarat)

ઝરણામાં નાહવાની સાથે પીકનીક પોઇન્ટની પણ મજા:સાથે જ ચોમાસામાં આ આશ્રમ અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે હોવાથી ઝરણા અને લીલી હરિયાળીથી નયનરમ્ય બને છે. અહીંયા લોકો ફરવા આવતા હોય છે. દર્શન સાથે લોકો ઝરણામાં નાહવાની સાથે પીકનીક પોઇન્ટની પણ મજા માણતા હોય છે. કુદરતી સૌંદર્ય વચ્ચે ચોંમાસાના આ પીકનીક પોઈન્ટ પર લોકોની ભારે ભીડ જામે છે. જેના કારણે પણ આ પાણિયારી આશ્રમ આજે ખુબજ જાણીતો બન્યો છે.

  1. એ હાલો રે હાલો... ગુજરાતી બે નવા શો તમારા માટે ‘અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેઈનમેન્ટ’ લાવી રહ્યું છે - Colors Gujarati two new shows
  2. સ્વાદના રસિકો માટે અમદાવાદનો આ વ્યક્તિ માત્ર આઠ રૂપિયામાં વેંચે છે "બટર દાબેલી" - ahmedabad seva dabeli

ABOUT THE AUTHOR

...view details