ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં વડાપ્રધાન મોદીનો ઝંઝાવતી પ્રચાર, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024 આડે હવે જૂજ દિવસો બાકી છે. ગુજરાતની તમામ લોકસભા બેઠક જીતવા માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. આજે PM મોદીએ મધ્ય ગુજરાતના આણંદમાં જાહેરસભાને સંબોધી હતી. જુઓ પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશ...

આણંદમાં વડાપ્રધાન મોદીનો ઝંઝાવતી પ્રચાર
આણંદમાં વડાપ્રધાન મોદીનો ઝંઝાવતી પ્રચાર (ETV Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 2:02 PM IST

Updated : May 2, 2024, 5:31 PM IST

આણંદમાં વડાપ્રધાન મોદીનો ઝંઝાવતી પ્રચાર (ETV Desk)

આણંદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી બે દિવસ માટે તેમના ગૃહરાજ્ય ગુજરાતમાં છે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી રાજ્યભરના 11 લોકસભા મતવિસ્તારને આવરી લેતા છ જાહેર સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ હતો. આજના દિવસમાં પીએમ મોદી ચાર સભા સંબોધશે. જેમાં આણંદમાં જાહેર સભા સંબોધ્યા બાદ હવે તેઓ સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કરશે.

આણંદમાં વડાપ્રધાન મોદીને જંગી જાહેરસભા :આણંદમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જનતાનો પ્રેમ અને આશીર્વાદ જીવનની મોટી મૂડી છે. નલ સે જલની સુવિધા 10 વર્ષમાં 14 કરોડ ઘરે એટલે કે 75 ટકા ઘરોમાં પહોંચી છે. દેશની ઈકોનોમીને 11 નંબરથી 5 પર પહોંચાડ્યું છે.

કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહાર :કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં શૌચાલય નહોતું, અમે 10 વર્ષમાં આ કામ પૂર્ણ કર્યું છે. કોંગ્રેસે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, મોદીએ 10 વર્ષમાં 50 કરોડથી વધુ જનધન બેંક ખાતા 0 બેલેન્સથી ખોલ્યો છે.

  • કોંગ્રેસના શાસન દરમિયાન દેશમાં બે સંવિધાન ચાલતા : વડાપ્રધાન મોદી

સરદાર સાહેબ જલ્દી અવસાન પામ્યા તેથી દેશને મોટું નુકશાન થયું છે. કોંગ્રેસના શાસન દરમિયાન દેશમાં બે સંવિધાન ચાલતા, કશ્મીરમાં સંવિધાન લાગૂ નહોતું થયું. ભાજપે 370 ધારા હટાવી અને સરદાર સાહેબને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી છે. દેશને એક કરવાનું સરદાર સાહેબનું સપનું ભાજપે પૂર્ણ કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે.

  • પાકિસ્તાન-કોંગ્રેસની ભાગીદીરી એક્સપોઝ થઈ : વડાપ્રધાન મોદી

મોદી સરકાર આતંકીઓને ઘરમાં ઘુસીને મારે છે. ભારતમાં કોંગ્રેસ કમજોર પડી રહી છે. અહીં કોંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રોઈ રહ્યું છે. રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવા પાકિસ્તાન પ્રયાસ કરી રહ્યું છે. કોંગ્રેસે વોટ જેહાદની વાત કરીને સંવિધાનનું અપમાન કર્યું છે. પાકિસ્તાન-કોંગ્રેસની ભાગીદીરી એક્સપોઝ થઈ છે.

  • ભારતના પાસપોર્ટની તાકાત વધી : વડાપ્રધાન મોદી

મોદીની મજબૂત સરકાર ના જુકે છે ના રુકે છે. દુનિયાના વિકાસને ભારત ગતિ આપી શકે છે. દુનિયામાં ક્યાં યુદ્ધ થાય તો ભારત સમાધાન કરાવે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના લોકોને બચાવ્યા, પાકિસ્તાનના લોકો પણ ભારતનો ઝંડો બતાવીને યુદ્ધ ક્ષેત્રમાંથી નીકળ્યા હતા. ભારતના પાસપોર્ટની તાકાત વધી છે.

  • મોદીની ગેરંટી છે કે SC, ST, OBC ના આરક્ષણને કોઈ હાથ ન લગાવી શકે : વડાપ્રધાન મોદી

મોદીએ ગરીબો માટે કામ કર્યું, ઘર આપ્યુ, રોજગાર આપ્યા અને કોંગ્રેસે SC, ST, OBC ને અંધારામાં રાખ્યા, કોંગ્રેસે OBC આરક્ષણના તમામ પ્રસ્તાવને ઠુકરાવ્યો અને તેમના આરક્ષણનો કોટા મુસ્લિમને આપવા માંગે છે. આજે કોંગ્રેસ ગરીબોને નફરત કરે છે. પરંતુ આ મોદીની ગેરંટી છે કે SC, ST, OBC ના આરક્ષણને કોઈ હાથ ન લગાવી શકે.

  • હું કોંગ્રેસને ત્રણ ચુનોતી આપું છું...: વડાપ્રધાન મોદી

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, હું કોંગ્રેસને ત્રણ ચુનોતી આપું છું. પ્રથમ કોંગ્રેસ દેશને લેખીતમાં ગેરંટી આપે કે તે સંવિધાન બદલી ધર્મના આધાર પર મુસ્લિમોને આરક્ષણ નહીં આપે. બીજી કે કોંગ્રેસ લિખીતમા આવે કે SC, ST, OBC ના આરક્ષણને હાથ નહીં લગાવે, ત્રીજી કે કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ ન કરે અને OBC ના કોટા કાપી મુસ્લિમોને આરક્ષણ નહીં આપે. જોકે, કોંગ્રેસ આ ચુનોતી નહીં સ્વીકારે કેમ કે તેમની નિયતમાં ખોટ છે.

  • 'પહેલા મતદાન પછી જલપાન, આણંદથી મિતેશ પટેલ આવશે' : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરતા કહ્યું કે, સમાજના બધા વર્ગોને જોડે લઈને ગુજરાતમાંથી તમામ લોકસભા સીટ પર જીત મેળવશું. તમામ લોકો થાળી વગાડતા વોટ આપવા જાય અને લોકશાહીનો ઉત્સવ મનાવે. એક જ મંત્ર યાદ રાખજો 'પહેલા મતદાન પછી જલપાન. આણંદથી મિતેશ પટેલ આવશે.

  1. 'પીએમ સાહેબ નહીં પણ નરેન્દ્ર ભાઈ તમને મળવા આવ્યા', ડિસામાં બોલ્યા PM મોદી - Lok Sabha Election 2024
  2. કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધનની રણનીતિ દેશમાં અરાજકતા ફેલાવાની: સાબરકાંઠામાં વિપક્ષને આડે હાથ લેતા PM મોદી
Last Updated : May 2, 2024, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details