અમદાવાદ:ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના એક ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ગોડાઉનના માલિક અને કામ કરતાં એક કારીગરનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે 3 લોકોને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગોડાઉન માલિકનું મોઢું છુંદાઇ ગયું: આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, ગોડાઉનનું શટર ઉલળીને સામેના ગોડાઉનના શટર તરફ ઉછળ્યું હતું અને ગોડાઉન ધરાશાયી થયું હતું. જેથી ગોડાઉન માલિકનું આખું મોઢું છૂંદાઈ ગયું હતું. બંસી પાઉડર કોટિંગ નામની ફેક્ટરીમાં વિવિધ સાધનોને કલર અને પાઉડર કોટિંગ કરવામાં આવતું હતું. જેમાં કમ્પ્રેશરમાં કોમર્શિયલ ગેસ બોટલનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોમ્પ્રેશરમાં પ્રેશર વધતા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
મૃતકના નામ
- રમેશ પટેલ (માલિક)
- પવન કુમાર (કારીગર)
ઈજાગ્રસ્તોના નામ
- સુરપાલસિંહ
- વાસુદેવ પટેલ
- કનુભાઈ
- સહદેવ
4 લોકોને ઈજા: મળતી માહિતી મુજબ, ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, ઓઢવ વિસ્તારમાં રિંગ રોડ પર શબરી હોટલની ગલીમાં અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બંસી પાવડર કોટિંગ નામના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો છે અને આગ લાગી છે. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
આગ પર કાબુ મેળવાયો: ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી, ત્યારે બે વ્યક્તિઓ બ્લાસ્ટના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બે લોકોને આગ લાગવાના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેઓને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા : અશ્વિન, સુકેત અને ધામની નદી બે કાંઠે વહેતી થઈ - Gujarat weather update
- પ્રાઇવેટ સ્કૂલને શરમાવતી નવી પારડી "સ્માર્ટ" પ્રાથમિક શાળા, ભણતર-ગણતર સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિનું ઘડતર - Gujarat Smart School