કચ્છ: સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી પરોઢે સવારે 3:55 વાગ્યે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે વહેલી પરોઢે સવારે 3:55 વાગડ વિસ્તારના રાપરના કંથકોટ પાસે 2.7ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. શિયાળો શરૂ થતાં હવામાનમાં ફેરફારની સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે.
નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે વહેલી પરોઢે 3:55 કલાકે 2.7ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના રાપરથી 18 કિલોમીટર દૂર વેસ્ટ, સાઉથ - વેસ્ટમાં નોંધાયો છે.
ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો:ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. તો ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે, ત્યારે આજે વહેલી પરોઢે ફરી આ વાગડ વિસ્તારના કંથકોટ પાસે આંચકો અનુભવાયો હતો, જેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી.
4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા, પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.
આ પણ વાંચો:
- કચ્છના નલિયામાં કેમ પડે છે સૌથી વધુ ઠંડી ? શિયાળા દરમિયાન રાજ્યનું સૌથી ઓછું તાપમાન કેમ નોંધાઈ છે ?
- કચ્છ: સોશિયલ મીડિયામાં ગુલાબી રંગના ફ્લેમિંગોનો વીડિયો વાયરલ, જુઓ Etv ભારતે કર્યું ફેક્ટ ચેક
- “કોઈન ઓફ કચ્છ” બન્યું આકર્ષણનું કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં ભુજના ચિત્રકારે સિક્કો જમાવ્યો