ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી જિલ્લાના આંગણે પધારેલા PMને આવકારવા અમરેલીના લોકોમાં ઉત્સાહનો માહોલ - PM MODI GUJARAT VISIT

અમરેલી જિલ્લાના લોકો તેમના આંગણે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્કારવાનો થનગનાટ કરી રહ્યા છે. અહીં પ્રધાનમંત્રી લોકોને સંબોધિત કરશે.

અમરેલી જિલ્લાના આંગણે પધારેલા પીએમના સત્કાર માટે અમરેલી વાસીઓમાં ઉત્સાહનો માહોલ
અમરેલી જિલ્લાના આંગણે પધારેલા પીએમના સત્કાર માટે અમરેલી વાસીઓમાં ઉત્સાહનો માહોલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2024, 4:09 PM IST

અમરેલી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાને આજ રોજ બપોરે 1:45 વાગ્યે અમરેલી જિલ્લાના દુધાળામાં બનાવવામાં આવેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતુ. ત્યારબાદ તેઓએ લાઠીમાં 4800 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેઓ દુધાળામાં નારણ સરોવર અને હેતની હવેલીની મુલાકાત લેશે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોમામાં પહોંચી ગયા છે.

લાઠીના દુધાળા ખાતે ભારત માતા સરોવરના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી જનસભાને કરશે સંબોધન કરશે. જે માટે જનસભા સ્થળે માનવમેદની ઉમટી પડી છે. તમને જણાવી દઈએ કે, અમરેલીના લાઠી ખાતે મુખ્યમંત્રી તેમજ અન્ય પદાધિકારીઓ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ટૂંક સમયમાં વડાપ્રધાન પણ પહોંચી ગયા હતા.

અમરેલી જિલ્લાના આંગણે પધારેલા પીએમના સત્કાર માટે અમરેલી વાસીઓમાં ઉત્સાહનો માહોલ (Etv Bharat Gujarat)

કેબિનેટ મંત્રી કુંવરજી બાવલીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાલા, સાંસદ ભરત સુતરીયા લાઠી સભા સ્થળે વીજીટ કરી છે. આમ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને બોટાદ ઉપરાંત કચ્છ જિલ્લાને અંદાજે રૂપિયા 4800 કરોડથી વધુના ખર્ચે 1600 જેટલાં વિકાસ કાર્યોની ભેટ મળશે.

આ પણ વાંચો:

  1. નરેન્દ્ર મોદીના કાર્યક્મ માટે ઉમટી જનમેદની, અમરેલીમાં 4800 કરોડ રૂપિયાના વિકાસના કામનું લોકાર્પણ
  2. નરેન્દ્ર મોદીના કાર્યક્મ માટે ઉમટી જનમેદની, અમરેલીમાં 4800 કરોડ રૂપિયાના વિકાસના કામનું લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details