અમરેલી:અમરેલી જિલ્લામાં નકલી લેટરકાંડમાં છેલ્લા 3 દિવસથી પાટીદાર સમાજની દીકરીના જામીન અને કોર્ટમાંથી છોડાવવા માટે પ્રયાસો કરવામાં આવતા હતા. જેમાં આજે વકીલ દ્વારા જામીન અરજી મુકવામાં આવતા સાંજે 4 વાગ્યે જામીન મંજુર કરવામાં આવ્યા હતા. જે બાદ યુવતી જેલમાંથી બહાર આવી હતી.
5 દિવસ બાદ દીકરી જેલમાંથી બહાર આવી
અમરેલીની પીડિત પાટીદાર યુવતીની જામીન અરજીને સેશન કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી હતી. યુવતીને 5 દિવસ બાદ જામીન મળ્યા છે. સેશન કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે. અમરેલીની જિલ્લા જેલમાંથી દીકરી બહાર આવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. દીકરી પોતાના પિતાને ભેટીને રડી પડી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીને પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવતીએ આ બાદ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા 'સત્યમેવ જયતે' કીધું હતું.
દીકરીને નોકરી આપવા કરાઈ રજૂઆત
અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની ઉપસ્થિતમાં દીકરીને રોજગારી મળી રહે તે માટે આજે સવારે આગેવાનોએ રજુઆત કરી હતી. તે મુદ્દે આજે બોપોર બાદ બેઠક યોજાઇ હતી.