અમરેલી: અમરેલી સહીત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે. સિંહ પરિવાર અવારનવાર રાત્રીના સમયે તેમજ દિવસ દરમિયાન શિકારની શોધમાં નીકળતા હોય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થયો છે. ત્યારે આજે અમરેલી જિલ્લામાં બે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
સિંહે ઘોડીનો શિકાર કર્યો:અમરેલી જિલ્લામાં ખાંભા વિસ્તારમાં સિંહનો વીડિયો વાયરલ થયો છે. ખાંભા વિસ્તારમાં રાત્રિના સમયે ચાર સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાંભાના પીપળવા રોડ વિસ્તારમાં ચાર સિંહ હતા. શિકારની શોધમાં આવેલા સિંહથી પશુઓમાં નાસ ભાગ સર્જાય હતી. સિંહોએ પશુઓ મૂકીને ઘોડીનો શિકાર કર્યો હતો.
અમરેલીમાં વધુ એક સિંહનો વીડિયો વાયરલ (Etv Bharat Gujarat) ખાંભા શહેરમાં આવેલા પીપળવા રોડ ઉપર એક ઘોડીનો શિકાર કરવામાં આવ્યો હતો. ચાર સિંહ ઘોડી પર ત્રાટક્યા હતા અને ઘોડીનો શિકાર કર્યો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલમાં વાયરલ થયો છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ: અમરેલી જિલ્લામાં શિકારની શોધમાં સિંહ બાળ અને સિંહણ ગ્રામીણ વિસ્તારની અંદર ઘુસતા હોવાનો વીડિયો અવારનવાર વાયરલ થયો છે. ત્યારે આજે વધુ એક સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બે સિંહણ અને બે સિંહ બાળ કુલ ચાર સિંહ રાજુલા તાલુકાના રામપરા ગામે ઘુસ્યા હતા. મધ્ય રાત્રે શિકાર કર્યો હતો.
આ પણ વાંચો:
- "વાજપેઈજીની 100મી જન્મજયંતિ", PM મોદીના વતનમાં આ રીતે કરાઈ સુશાસન દિવસની ઉજવણી
- મીઠીવીરડી નજીક સિંહનો મૃતદેહ મળ્યો, સિંહના મોતને લઈને વનવિભાગ દોડતું થયું