ગુજરાત

gujarat

ETV Bharat / state

"બગસરા બંધ" સ્થાનિકોએ કર્યું સમર્થન, શા માટે વેપારીઓ કરી રહ્યા છે વિરોધ ? - BAGSARA BANDH

અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા દ્વારા વેરા વધારાના નિર્ણયનો વિરોધ કરતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સ્થાનિકોએ પણ બંધમાં જોડાયા હતા.

બગસરા બંધ
બગસરા બંધ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2025, 12:51 PM IST

અમરેલી :તાજેતરમાં અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ, પાણી વેરો અને સફાઈ વેરાના નામે ટેક્સમાં કુલ 700 રૂપિયા જેવો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. જેનાથી નારાજ થઈને બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેથી બગસરા શહેરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. આ બંધના એલાનને સ્થાનિક લોકોએ સમર્થન આપી સફળ બનાવ્યું હતું.

બગસરા બંધનું એલાન :ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપતા બગસરા શહેરની એક પણ દુકાન ખુલી નહોતી. બગસરા નગરપાલિકા સામે વેપારીઓએ રોષિત રહીને બંધના એલાનને સફળ બનાવ્યું હતું. આજે સવારથી બગસરા ગામે પાલિકાના વેરા વધારાના નિર્ણય સામે આકરા પાણીએ સામનો કરીને બંધ પાળ્યું હતું.

"બગસરા બંધ" સ્થાનિકોએ કર્યું સમર્થન, શા માટે વેપારીઓ કરી રહ્યા છે વિરોધ ? (ETV Bharat Gujarat)

વેરા વધારાના નિર્ણયનો વિરોધ :બગસરા નગરપાલિકા સામે વેપારીઓએ રોષિત થઈને ધરણા પ્રદર્શન કર્યા હતા. બગસરાના વેપારીઓ સાથે સ્થાનિકો પણ બંધમાં જોડાયા હતા. એક નાની લારી અને પાનના ગલ્લા વાળાઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને બગસરા નગરપાલિકાના વેરા વધારાનો વિરોધ એકી સાથે કર્યો હતો, આમ બંધને સફળ બનાવ્યું હતું.

નગરપાલિકાના સત્તાધીશો થયા ગાયબ :બીજી તરફ બગસરા નગરપાલિકાના સત્તાધીશોએ મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. સાથે જ મીડિયાથી દૂર રહ્યા હતા. આમ સ્થાનિકો, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પાલિકાના વિપક્ષના નેતાઓએ સ્થાનિક ધારાસભ્યથી લઈને સત્તાધીશ પાલિકાના સભ્યો સામે રોષ વ્યક્ત કર્યો હતો. એક સ્થાનિકે જણાવ્યુ કે, જ્યારે પાલિકામાં વેરો ભરવા જઈએ ત્યારે પાલિકાના કર્મચારીઓ અરજદારોની વાતો સાંભળતા નથી.

  1. અમરેલીની યુવતીએ રાત્રીના પશુ આધારીત અકસ્માતો નિવારવા શરૂ કર્યુ અભિયાન
  2. ખેતીનું દવાખાનું ! અમરેલી જીલ્લાના આ યુવાને ખેડૂતો માટે કર્યો એક અનોખો પ્રયાસ

ABOUT THE AUTHOR

...view details