અમરેલી: ગુજરાતમાં અનેક ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો છે. ખેડૂતો કોઠાસૂઝ અને ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સારી કમાણી કરે છે. તેમજ ખેત પેદાશનું વેલ્યુ એડિશન કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. તેમજ મોં માંગ્યા ભાવ લે છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં રહેતા એક ખેડૂતે ચોમાસુ પાકની સાથે કડવા કોઠીંબાનું વાવેતર કર્યું હતું. તેઓ કોઠીંબાની કાચરી બનાવી તેનું વેચાણ કરી રહ્યાં છે. તેમણે પાંચ વિઘામાં કોઠીંબાનું વાવેતર કર્યું છે. વેલ્યુ એડિશન કરી એક લાખ રૂપિયાની કમાણી કરી છે.
અમરેલી પંથકના ખેડૂતની મહેનત અને કોઠાસૂઝ લાવી રંગ (Etv Bharat Gujarat) કોઠીંબામાંથી કમાણી: સાવરકુંડલા તાલુકાના નેસડી રહેતા વઘાસિયા અમિતભાઇ ગ્રેજ્યુએટ સધી અભ્યાસ કર્યો છે. ખેડૂત વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂત બાબરકોટનો બાજરો, ઘઉં, જુવાર, મગફળી, કપાસ વગેરેનું વાવેતર કરે છે. તેમજ છેલ્લા બે વર્ષથી ચોમાસાની સીઝનમાં કોઠીંબાનું વાવેતર કરે છે. ગત વર્ષે 3 વિઘામાં કોઠીંબાનું વાવેતર કર્યું છે. સાથે કપાસનું પણ વાવેતર કર્યું હતું. એક મહિનાની માવજત બાદ કોઠીંબાની આવક શરૂ થઈ જાય છે.
કોઠીંબાની કાચરી: અમિત ભાઈએ જણાવ્યું કે, ખેતરથી ટ્રેક્ટર મારફતે કોઠીંબા ઘરે લઈને આવ્યા બાદ બે વખત પાણીથી ધોવામાં આવે છે. સફાઈ કરવામાં આવે છે. સફાઈ કર્યા બાદ કોઠીંબાના બે ભાગ કરવામાં આવે છે. બાદ કોઠીંબાની ચીર કરવામાં આવે છે. પછી સિંધવ મીઠું નાખવામાં આવે છે. અને પ્રોસેસિંગ મશીનમાં ડ્રાઈ કરવામાં આવે છે.જેથી કાચરી તૈયાર થાય છે.
નેસડી ગામના ખેડૂતે 5 વીઘામાં કર્યુ કોઠીંબાનું વાવેતર (Etv Bharat Gujarat) લાખોનું ઉત્પાદન: કોઠીંબાની કાચરીને એક કિલો, પાંચ કિલો, 500 ગ્રામના પેકિંગ કરવામાં આવે છે. પછી ખુલ્લા માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. અમદાવાદ, સુરત, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ, સહિતના રાજ્યોમાં વેચાણ કરવામાં આવે છે. એક કિલોના ભાવ 800 રૂપિયા મળે છે. ગઈ વર્ષે 350 કિલોગ્રામનું વેચાણ કરવામાં આવ્યું હતું અને ભાવ 800 મળી રહેતા કુલ 2,80,000નું ઉત્પાદન મળ્યું હતું.
અમિતભાઈની મહેનત, ધગશ અને કોઠાસૂઝના કારણે આજે તેઓ ખેતઉત્પાદન થકી સારી એવી કમાણી કરી રહ્યાં છે. અને ન માત્ર અમરેલી પંથકના પરંતુ રાજ્યના અન્ય ખેડૂતોને પણ પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
- અમરેલીમાં 5 ચોપડી ભણેલા ખેડૂતની કમાલ, પ્રાકૃતિક ખેતીથી આ રીતે 12 હજારના ખર્ચની સામે મેળવે છે 80 હજારનું ઉપ્તાદન
- 2 વીઘામાં તબેલો, 70 ભેંસ અને દરોજ્જ 300 લિટર દૂધનું ઉત્પાદન, અમરેલીના આ પશુપાલક મહિને કરે છે લાખોની કમાણી