ગુજરાત

gujarat

ETV Bharat / state

તસ્કરો ઘર આંગણે પાર્ક કરેલી કાર ચોરી ગયા, CCTVમાં કેદ થઈ ઘટના - AMIRGARH NEWS

અમીરગઢમાં તસ્કરોનો ત્રાસ વધ્યો છે. રાત્રીના સમયે અમીરગઢમાં ઘર આગળ પાર્ક કરેલી ગાડીની ચોરી કરતા અજાણ્યા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

અમીરગઢમાં વધ્યો તસ્કરોનો તરખાટ
અમીરગઢમાં વધ્યો તસ્કરોનો તરખાટ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

બનાસકાંઠા: અમીરગઢમાં પ્રાથમિક શાળા નજીક એક મકાન આગળ પાર્ક કરેલી ગાડીની રાત્રીના સમયે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે ઈસમો ગાડીની ચોરી કરતા નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અમીરગઢ પંથકમાં તસ્કરોનો ત્રાસ વધ્યો છે ત્યારે વધુ એક ગાડીની ચોરીની ઘટના બનતા પોલીસ પણ એક્શનમાં આવી છે.

અજાણ્યા શખ્સોએ કરી ગાડીની ચોરી:શહેરમાં તાજેતરમાં જ એક વેપારીને ધમકી આપી તેનું પાકીટ લઈ લેવામાં આવ્યું હતું. જેને લઇને સમગ્ર અમીરગઢ બજારમાં વેપારીઓએ રોષ ઠાલવી બજાર બંધ રાખીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે ફરી એકવાર અમીરગઢમાં રાત્રિના સમયે તસ્કરોનો ત્રાસ વધ્યો હોવાની ઘટના બની છે. જેમાં ઘર આગળ પાર્ક કરેલી ગાડીની અજાણા તસ્કરોએ ચોરી કરી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર મામલે ગાડીના માલિકે ફરિયાદ નોંધાવી છે.

અમીરગઢમાં વધ્યો તસ્કરોનો તરખાટ (Etv Bharat Gujarat)

કેવી રીતે થઈ ચોરી: અમીરગઢમાં પ્રાથમિક શાળાની સામે રહેતા પ્રભુરામ રૂગનાથજી દવે જેમની ગાડી નંબર GJ08F9758 ઘર આગળ પાર્ક કરેલી હતી. જેની રાત્રીના સમયે બે તસ્કરો ચોરી કરી ઉઠાંતરી કરી હતી. આ અંગે પ્રભુરામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અમીરગઢ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી બે શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ પંથકમાં રાત્રીના સમયે વધેલા તસ્કરોના તરખાટ વચ્ચે અમીરગઢ પોલીસે પણ રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે અને આવા તસ્કરોને વહેલી તકે ઝડપી લેવા માટે અમીરગઢ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે ત્યારે હવે આ તસ્કરોના તરખાટને નાથવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે?

આ પણ વાંચો:

  1. અમરેલીના યુવકે એવી રીતે કરી જન્મદિવસની ઉજવણી કે લોકો કરી રહ્યાં છે પ્રશંસા
  2. JMC ની સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસમાં સળવળાટ, ઉમેદવારોના પ્રતિભાવો પ્રાપ્ત કરાયા

ABOUT THE AUTHOR

...view details