ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના 270 થી વધુ ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડ પણ ફીટ રખાશે, AMCનો નિર્ણય - Fit Security guards for gardens - FIT SECURITY GUARDS FOR GARDENS

અમદાવાદમાં આવેલા 270 થી વધુ કોર્પોરેશનના ગાર્ડનોમાં હવેથી આપને વૃદ્ધ અને અનફિટ સિક્યુરિટી ગાર્ડના બદલે સશક્ત અને ફીટ ગાર્ડ દેખાશે, આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની શું છે વ્યૂહરચના જાણો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી... Fit Security guards in Ahmedabad

અમદાવાદના 270 થી વધુ ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડ પણ ફીટ રખાશે
અમદાવાદના 270 થી વધુ ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડ પણ ફીટ રખાશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2024, 9:51 PM IST

ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડને લઈને AMCનો નિર્ણય (Etv Bharat Gujarat)

અમદાવાદ:ગુરૂવારે મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં અમદાવાદ મહાનગરપાલિકા હેઠળ આવતા 270 થી વધુ ગાર્ડનો માટે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિયાળા પહેલાં ગાર્ડનમાં રમત-ગમતના સાધનોનું રિનોવેશન: AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતુ કે, શિયાળો આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં બાળકો,વૃદ્ધો અને યુવાનો ગાર્ડનમાં કસરત માટે અને રમતો માટે જતા હોય છે, ત્યારે ગાર્ડનમાં આવેલ કસરતની અને રમત-ગમતના સાધનોનું રિનોવેશન કરાવવામાં આવશે.

સિક્યુરિટી ગાર્ડને યુનિફોર્મ અપાશે

AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડને પણ યુનિફોર્મ આપવામાં આવશે, તેનાથી સિક્યુરિટી ગાર્ડની ઓળખ થઈ શકે અને તેમને કોઈ સૂચન આપવાનું હોય તો આપી શકાય, સાથે તે પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ઘણી જગ્યાએ વૃદ્ધ અને અનફિટ સિક્યુરિટી ગાર્ડ છે તેમની જગ્યાએ ફીટ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે.

  1. કરોડોનું આંધણ ! અમદાવાદમાં વપરાશ વગર પડી રહેલા 514 EWS આવાસો તોડી પડાશે - Unused EWS housing demolish
  2. થલતેજ મેટ્રો પાસેનો રોડ 36 મીટર પહોળો કરાશે, આસપાસના 188 બાંધકામોની કપાત થશે - Thaltej Metro Station Road Length

ABOUT THE AUTHOR

...view details