બનાસકાંઠા :શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-1 (એકમ) તારીખ 3 ઓક્ટોબર, ગુરુવારના રોજથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર થયાની જાણ કરવામાં આવી છે.
દર્શન અને આરતીના સમયમાં ફેરફાર :અંબાજી મંદિરમાં આવતા લાખોમાં ભક્તો માટે કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની માહિતી ભક્તો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે ઘટસ્થાપનને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને મંદિરમાં દર્શન કરવા અને આરતીના સમયમાં હાજર રહી શકે તે માટે ફેરફાર કરેલા સમયની માહિતી આપવામાં આવી છે.
આરતી અને દર્શનનો સમય :ઘટ સ્થાપન આસો સુદ-1 (એકમ) તારીખ 3 ઓક્ટોબર, ગુરુવારના સવારે 11:00 થી 12:00 કલાકે, અંબાજી મંદિરમાં 3 ઓક્ટોબરના રોજ આરતી સવારે 07:30 થી 08:00, દર્શન સવારે 08:00 થી 11:30 તથા રાજભોગ બપોરે 12:00 કલાકે અને દર્શન બપોરે 12:30 થી 03:15 સુધી થશે. સાથે જ આરતી સાંજે 06:30 થી 07:00 તથા દર્શન સાંજે 07:00 થી 09:00 સુધી કરી શકાશે.
વિજયા દશમીના દર્શન-આરતી :આસો સુદ-8 (આઠમ) તારીખ 11 ઓક્ટોબરના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે, ઉત્થાપન-આસો સુદ-8 (આઠમ) તારીખ 11 ઓક્ટોબર, શુક્રવારના સવારે 10:00 કલાકે, આસો સુદ 10-વિજયા દશમી (સમીપુજન) તારીખ 12 ઓક્ટોબરના સાંજે 05:00 કલાકે તેમજ દુધપૌઆનો ભોગ-તા. 16 ઓક્ટોબરના બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપુર આરતી થશે.
18 ઓક્ટોબર સુધી ફેરફાર :તેમજ આસો સુદ-15 (પૂનમ) તા. 17 ઓક્ટોબરના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે, તા. 18 ઓક્ટોબરથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે. જે વહીવટદાર અને અધિક કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા જણાવાયું છે.
- 'અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ' અભિયાન હેઠળ 73 ટન કચરો એકત્રિત
- હર્ષ સંઘવી પહોચ્યા માઁ અંબાની શરણે, કહ્યું, "લોકો પદયાત્રીઓની સેવા કરે છે"