અમદાવાદ: ભારતીય રેલવેએ ભારત સરકારના 'વોકલ ફોર લોકલ' વિઝનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી 'એક સ્ટેશન એક ઉત્પાદન' (OSOP) યોજનાની શરૂઆત કરી છે. આનો ઉદ્દેશ સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનો માટે બજાર ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે સમાજના હાંસિયા પર રહી ગયેલા વર્ગો માટે વધારાની આવકના અવસર ઉતપન્ન કરવાનો છે. આ યોજના હેઠળ રેલવે સ્ટેશન પર સ્વદેશી/સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન, વેચાણ અને હાઈ વિજિલિબિટી માટે એક સ્ટેશન એક ઉત્પાદન આઉટલેટની ફાળવણી કરવામાં આવે છે.
30 દિવસો માટે સ્ટોલની ફાળવણી
"એક સ્ટેશન એક ઉત્પાદન" (OSOP) યોજના હેઠળ, "અમદાવાદ રેલવે સ્ટેશન પર, એક પ્રતિભાશાળી કારીગર, જે પોતાના ઉત્કૃષ્ટ "ભરતકામ અને જરી, જરદોશી" કામ માટે પ્રસિદ્ધ છે, તેમને 30 દિવસો માટે એક સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર યાત્રીઓને પ્રમાણિક ક્ષેત્રીય ઉત્પાદન ઉપલબ્ધ કરાવીને તેના શિલ્પ કૌશલ અને રચનાત્મક કામોને પ્રદર્શિત કરવામાં આવશે.
ઉત્પાદનોને પ્રદર્શિત કરવા શાનદાર મંચ
આ દુકાનોના આ વિક્રેતાઓના જીવન પર ઘણો પ્રભાવ નાખ્યો છે. તેમને આવી જગ્યાએ પોતાના સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે એક શાનદાર મંચ મળી ગયું છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે. આનાથી તેમના ઉત્પાદનોનું વેચાણ વધ્યું છે અને તેમના જીવનમાં ફેરફાર આવ્યો છે.
- બનાસકાંઠાના વડગામનો 1700 વર્ષ જૂનો પાણીયારી આશ્રમ આજે બન્યો છે લોકોનો પ્રિય પિકનિક પોઈન્ટ - Ancient Paniyari Ashram
- ભાજપ નેતાના પુત્રની ગીરવે મૂકેલી ગાડીઓમાં દારૂ-ગૌમાંસની હેરાફેરી, લોકોની ગીરવે મૂકેલી 76માંથી 35 કાર પોલીસે જપ્ત કરી - Ahmedabad News