દિલ્હી થી મુંબઈ જતી અકાસા એરલાઇન્સને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Etv Bharat Gujrat) અમદાવાદ:છેલ્લા કેટલાક સમયથી ભારતમાં એરપોર્ટ વિવિધ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે, ત્યારે આજે ફરી એક વખત દિલ્હીથી મુંબઈ જતી અકસા એરલાઈન્સની ફ્લાઈટ QP 1719 ની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેનું અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન કૉલ આવ્યો:ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદ, દિલ્હી સહિતના વિવિધ એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ છેલ્લા બે દિવસ દરમિયાન પણ ફ્લાઇટને આ પ્રકારની ખોટી ધમકી મળી ચૂકી છે. જેમાં ગઈકાલે વારાણસીથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન કૉલ આવ્યો હતો, ત્યારબાદ પોલીસ દ્વારા ફોન કરનારને ઝડપી પાડવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટના વારંવાર થઈ રહી હોવાથી તંત્ર સજાગ બન્યું છે.
આ ફ્લાઇટ સવારે 10:45 કલાકે મુંબઈ એરપોર્ટ પહોંચવાની હતી: આજ રોજ સવારે 8.40 કલાકે દિલ્હીથી આકાશ એરલાઇન્સની ફ્લાઇટ ઉડાન ભરીને મુંબઇ જવા રવાના થવાની હતી, પરંતુ આ ફ્લાઇટ 9 મિનિટ બાદ ઉડાન ભરીને સવારે 8.49 કલાકે દિલ્હીથી રવાના થઇ હતી. આ ફ્લાઇટ સવારે 10:45 કલાકે મુંબઈ એરપોર્ટ પહોંચવાની હતી, પરંતુ સવારે 10:13 કલાથી આ ફ્લાઇટનું અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. તે પહેલા કેપ્ટન દ્વારા સંપૂર્ણ પ્રોસીજર પૂર્ણ કરી ને ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવ્યું હતું.
આ ફ્લાઇટમાં કેટલા મુસાફરો હતા: આ ફ્લાઇટમાં 186 મુસાફરો સહિત એક નવજાત બાળક અને 6 ક્રૂ મેમ્બર પણ હાજર હતા. આ ફ્લાઇટને અલર્ટ મળતા અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યા પહેલા અમદાવાદના આકાશમાં એક ચક્કર લગાવ્યું હતું, ત્યારબાદ પરવાનગી મળતા તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરોને નીચે ઉતારીને પ્લેનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બોમ્બ સ્ક્વોડ સહિત આકાશ એરલાઇન્સના સ્ટાફ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર હાલ માં એર ક્રાફ્ટમાં કોઈ પણ બોમ્બ ન હોવાથી સંપૂર્ણ પ્રક્રિયા થયા બાદ ફ્લાઇટને અમદાવાદથી મુંબઈ જવા માટે રવાના કરવામાં આવશે.
- કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં, બિલ્ડર પાસે ખંડણી માંગવા બદલ સુરતમાં નોંધાયો ગુનો - Case against Kirti Patel