અમદાવાદ: 'હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો' આ ગીત તો બધાએ સાંભળ્યું છે. એમ પણ અમદાવાદના રિક્ષાવાળાઓની પોતાની એક આગવી ઓળખ છે. ત્યારે આજ અમદાવાદમાં સૈયદ ફૈયાઝ હુસેન નામના વ્યક્તિ કે જે રિક્ષા ચલાવે છે તેઓ માત્ર રિક્ષા નથી છળવત પણ સાથે સાથે તેઓએ એક પહેલ કરી છે. તેઓ તેમની રિક્ષા દ્વારા કેટલા બધા જરૂરતમંદ વ્યક્તિઓને મદદ કરી રહ્યા છે.
ગરીબ દર્દીઓ પાસેથી માત્ર 50% ભાડું:સૈયદ ભાઈ છેલ્લા એક વર્ષથી એક અનોખી પહેલ ચલાવી રહ્યા છે. પોતાની રિક્ષામાં તેમણે જાહેરાત લગાવી છે કે ગરીબ દર્દીઓ પાસેથી માત્ર 50% ભાડું લેવામાં આવશે. કેટલાક જરૂરીયાતમંદ લોકો કે જેઓ ગરીબ છે જેમની પાસે પૈસા નથી અને સારવાર અર્થે હોસ્પિટલ જવું છે તેમને સૈયદભાઈ મદદ કરી રહ્યા છે.
હું અમદાવાદનો રિક્ષાવાળો " સૈયદભાઈ," ગરીબ દર્દીઓને કરી રહ્યા છે, માત્ર 50% લે છે ભાડું (Etv Bharat Gujarat) પૈસા ન હોય તો મફત સેવા આપે છે: સૈયદભાઈ જણાવે છે કે, આ તો રિક્ષામાં લખ્યું છે કે 50% ભાડું લેશું પરંતુ એવું લાગે કે દર્દી વધુ ગરીબ છે અને તેની પાસે પૈસા નથી તો તેઓ તેમની પાસેથી પૈસા પણ નથી લેતા અને મફતમાં તેમને સેવા આપે છે.'
" સૈયદભાઈ," ગરીબ દર્દીઓને કરી રહ્યા છે, માત્ર 50% લે છે ભાડું (Etv Bharat Gujarat) 3 વર્ષ પહેલા શરૂ કરી આ પહેલ: સૈયદભાઈ જણાવે છે કે, 'હું છેલ્લા 15 વર્ષથી અમદાવાદનીમાં રિક્ષા ચલાવું છું આ પહેલ શરૂ કરી છે જેમાં ગરીબો પાસેથી 50% ભાડું લઉં છું.'
" સૈયદભાઈ," ગરીબ દર્દીઓને કરી રહ્યા છે, માત્ર 50% લે છે ભાડું (Etv Bharat Gujarat) વધુ ગરીબ હોય તો ભાડું જ નથી લેતો:સૈયદભાઈ જણાવે છે કે, "હું મારા પરિવાર સાથે અમદાવાદના વટવા વિસ્તારમાં રહું છું. મારા પરિવારમાં હું એક માત્ર કમાવનારો વ્યક્તિ છું, કોરોનાના કપરા સમયમાં મારો દીકરો સૈયદ રિઝવાન બીમાર પડ્યો હતો હોસ્પીટલ જવા માટે કોઈ રીક્ષા મળતી ન હતી ત્યારબાદથી મેં આ પહેલની શરૂઆત કરી છે. ગરીબ દર્દીઓ પાસેથી માત્ર 50% ભાડું લઉં છું અને વધુ ગરીબ હોય તો ભાડું જ નથી લેતો."
હું અમદાવાદનો રિક્ષાવાળો " સૈયદભાઈ" (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- આ છે અમદાવાદના રિવરફ્રન્ટનો રિક્ષા ચાલક 'રક્ષક', જેની પોલીસ પણ લે છે મદદ - ahmedabad super hero
- શિષ્યવૃત્તિની કામગીરીમાં ડિજિટલ ડખો : જાણો કેમ વિદ્યાર્થીઓ હજુ પણ શિષ્યવૃતિથી વંચિત - Ration Card eKYC