અમદાવાદ:શહેરમાં બે દિવસ પહેલા ઠક્કરબાપા નગર વિસ્તારમાં આગ લાગવાની દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટના સમયે TRB જવાન દ્વારા સરાહનીય કામગીરી દ્વારા મોટી હોનારત થતા ટળી હતી. આમ, ETV BHARAT એ સુપરહીરો TRB જવાન પાસે પહોંચ્યું અને સમગ્ર ઘટના વિશે તેના તેમના અંગત વિચારો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ ચર્ચાનું કેન્દ્ર બનેલ અને લોકોના મોઢે ચડેલ આ TRB જવાનનું નામ રવી બુગડે છે. જે શહેરના ઈન્દ્ર ગરીબ નગરની ચાલીમાં પોતાના પરિવાર સાથે રહે છે. રવિ બુગડે એ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ ઠક્કર બાપાનગર વિસ્તારની બીટ પોલીસ ચોકી પાસે આગ લાગવાની ઘટના બની હતી.
આગના લપેટમાં "લેડી સિંઘમ" સાથે મળી બચાવ્યા લોકોના જીવ (Etv Bharat Gujarat) આગની ઘટના સમયે 30 થી 35 લોકો હાજર હતા: જ્યાં ઘટના બની ત્યાં આસપાસ અંદાજિત 30 થી 35 લોકો હાજર હતા. ટ્રાફિક વ્યવહાર પણ ઘણો સક્રિય હતો, ત્યારે અચાનક જ CNG પાઇપ લાઇનમાં આગ લાગવાની ઘટનાથી આસપાસની ત્રણ દુકાનોમાં આગ લાગી હતી.
ટ્રાફિક બીટ પોલીસ ચોકીની સામે જ ઘટના બની: આ ઘટના ટ્રાફિક બીટ પોલીસ ચોકીની સામે જ બની હતી. તેથી ટ્રાફિક પોલીસનું સીધું ધ્યાન ઘટના સ્થળ પર ગયું હતું. રવિ બુગડેના જણાવ્યા અનુસાર બાજુની દુકાનમાં રહેલ ગેસના સિલેન્ડર સહિત અન્ય દુકાનદાર કે જેઓ આગથી દાઝ્યા હતા તે તમામને બચાવી લેવામાં આવ્યા હતા.
મહિલા ટીઆરબી જવાન "લેડી સિંઘમ" પણ દેવદૂત બન્યા: વધુમાં રવિ બુગડે જણાવે છે કે, તેમની સાથે અન્ય એક મહિલા TRB જવાન સેજલ પરમાર કે જેમને તેઓએ "લેડી સિંઘમ" ના ઉપનામથી સરખાવી હતી, તેમણે પણ સમય સૂચકતા રાખી પોતાના જીવને જોખમમાં નાખી ત્યાં બાજુમાં રહેલ ટુ-વ્હીલર વાહનને ત્યાંથી દૂર કરીને મોટી હોનારત થતા અટકાવી હતી.
વિડિયો વાયરલ થતા લોકોએ પ્રશંસા કરી:આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ બંને TRB જવાનોનો લોકો દ્વારા ઘણો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આ TRB જવાન કે જેવો ખરેખર અમદાવાદના સુપર હીરો સમાન છે તેમણે ETV BHARAT ને જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં તેઓ ચાર સભ્યો છે અને કમાનાર પોતે માત્ર એકલા છે, પરંતુ તેઓ ઓન-ડ્યુટી હતા ત્યારે પરિવારની અને પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોનો જીવ બચાવવો તેમણે પહેલા પસંદ કર્યો હતો.
આ પણ વાંચો:
- વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારોમાં અનેેરો ઉત્સાહ... '80% થી વધુ મતદાન થશે'- ગેનીબેન ઠાકોર
- 12 વર્ષની દીકરીની અનોખી સિદ્ધિ, જુઓ આંખે પાટા બાંધીને કડકડાટ વાંચે છે