અમદાવાદ:અમદાવાદ એરપોર્ટ હંમેશા પ્રવાસીઓની સુવિધા અને સારા અનુભવો મારે તત્પર રહેતું હોય છે. ત્યારે આ દિવાળીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે મુસાફરો માટે એક આહલાદક અનુભવ માટેની તૈયારીઓ કરાવામાં આવી રહી છે.
વૈશ્વિકસ્તરે વૈશ્વવધ્યસભર અદાણી ગ્રુપની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લોમીટેડ (AAHL)અંતર્ગત આવતા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) દ્વારા વન નેશન બિલિયન સેલિબ્રેશન અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે.
વન નેશન બિલિયન સેલિબ્રેશન (Etv Bharat Gujarat) આ અભિયાન પાછળનો મુખ્ય હેતુ સ્થાનિક અને આંતરાષ્ટ્રીય પ્રવાસીઓને વાર્ષિક ઉત્સવમાં ખરીદીનો આહલાદક આનંદ આપવાનો છે.
વન નેશન બિલિયન સેલિબ્રેશન અંતર્ગત જીતી શકો છો આકર્ષક ઇનામો (Etv Bharat Gujarat) આ કાર્યક્રમ અંતર્ગત 15મી ઓકટોબર 2024 થી 10મી જાન્યુઆરી 2025 સુધી ONBC પ્રાદેશિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવધ વિષયોને સાંકળતી પેસેન્જર એંગેજમેન્ટ એલક્ટવીટીઝ અને આકર્ષક હરીફાઈઓમાં ભાગ લઈ મુસાફરો ગેરંટેડ ગિફ્ટ્સ જીતી શકે છે.
વન નેશન બિલિયન સેલિબ્રેશન અંતર્ગત જીતી શકો છો આકર્ષક ઇનામો (Etv Bharat Gujarat) આ અભિયાન દરમિયાન SVPIA મારફત મુસાફરી કરતા યાત્રીઓને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક લેન્ડસ્કેપને માણવાનો લાભ મળશે. દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષ જેવા તહેવારોનો આનંદ એક અલગ જ સ્તરે માણી શકાશે. હાલમાં એરપોર્ટને દિવાળી માટે અંધકાર પર પ્રકાશની જીત દર્શાવતા થીમ પર મનમોહક સજાવટથી શણગારવામાં આવ્યું છે.
SVPIA ખાતે વન નેશન બિલિયન સેલિબ્રેશન અભિયાન લોન્ચ (Etv Bharat Gujarat) અહીં જાણવા જેવી બાબત એ છે કે, વન નેશન બિલિયન સેલિબ્રેશન દરમિયાન અલગ અલગ સ્પર્ધાઓ દ્વારા મુસાફરો આકર્ષક ઇનામો જીતી શકશે. જેમાં આંતરરાષ્ટ્રીય ટ્રીપ, રોયલ એનફિલ્ડ બાઇક, ક્રોમ વાઉચર, કોક અને રાઇન વેલી ચોકલેટ વગેરે ઇનમોનો સમાવેશ થાય છે. માત્ર એટલું જ નહીં પરંતુ SVPIAના રિટેલ આઉટલેટ્સ પર ખરીદી કરતાં મુસાફરો આકર્ષક ભેટ પણ મેળવી શકે છે.
પ્રવાસીઓ માટે યોજાયેલા આ વન નેશન લિલલયન સેલિબ્રેશનમાં 80 થી વધુ બ્રાન્ડ્સ અને 100 થી વધુ ક્યૂરેટેડ બ્રાન્ડ્સનો સમાવેશ થશે.
આ પણ વાંચો:
- MBBS વિદ્યાર્થીઓ જાણી લો આ મહત્વપૂર્ણ નોટિસ: નહીં તો 2025માં NEET UG પરીક્ષા આપી શકશો નહીં
- મોંઘા પેકેજ છતાં આ દિવાળીએ 2 લાખથી વધુ અમદાવાદી ફરવા જશે, ગુજ્જુઓના ટોપ ડેસ્ટિનેશન કયા છે?