અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અમદાવાદ શહેરમાં ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં માટેનો એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે પ્રમાણે આવનારા સમયમાં શહેરના દરેક વોર્ડમાં એક ફૂડ ઇન્સ્પેક્ટર હોય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવશે.
AMC કરશે ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી, જાણો કેટલાં કેટલા કર્મચારીની કરાશે ભરતી - FOOD INSPECTOR VACANCIES
અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અમદાવાદ શહેરમાં ફૂટ ઇન્સ્પેક્ટરની ભરતી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
Published : Oct 10, 2024, 8:48 PM IST
હાલ સમગ્ર અમદાવાદ શહેરમાં કુલ 17 જેટલા પોલીસ છે. ત્યારે શહેરના વધતા જતા વિસ્તાર અને વિકાસને ધ્યાન રાખીને ફૂડ ઇન્સ્પેક્ટરના સ્ટાફમાં વધારો કરવા મામલે અગત્યનો નિર્ણય લેવાયો છે જેમાં જુના ફૂડ ઇન્સ્પેક્ટરને પ્રોમોશન આપવામાં આવશે અને નવા ફૂડ ઇન્સ્પેક્ટરોની ભરતી કરવામાં આવશે. આગામી સમયમાં દરેક વોર્ડમાં એક ફૂડ ઇન્સ્પેક્ટર હશે.
આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગધણીએ જણાવ્યું હતું કે જેવી રીતે અમદાવાદ મહાનગરપાલિકાનું વ્યાપ વધતો જાય છે અનેક નવા રેસ્ટોરન્ટ અને હોટલો પણ વધતા જાય છે. અત્યારે મહાનગરપાલિકામાં કુલ 17 જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરો છે ત્યારે આવનારા સમયમાં દરેક વોર્ડમાં એક ફૂડ ઇન્સ્પેક્ટર હોય તે પ્રમાણે 51 ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવશે.