ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ફલાવર શોંના છોડ ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો - FLOWER SHOWS IN AHMEDABAD

અમદાવાદમાં ફ્લાવર શોનું સમાપન થઈ ચૂક્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ નર્સરીમાંથી રોપાની ખરીદી થઈ રહી છે.

મદાવાદમાં ફલાવર શોંના છોડ ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
મદાવાદમાં ફલાવર શોંના છોડ ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 5:01 PM IST

અમદાવાદ:સુંદર ફૂલો દવારા ઘરની શોભા વધારવા માંગતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ નર્સરીમાં દેશ વિદેશના કિંમતી છોડને વેચાણ માટે મુકવામાં આવ્યા છે .અહીંયાથી છોડ ખરીદવા માટે લોકોની ભીડ જામી છે. લોકો બહુ જ ઉત્સાહથી અહીંયા ખરીદવા માટે આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ નર્સરી જેમા રસાલા નર્સરી લો ગાર્ડન, નિકોલની નર્સરી નિકોલ, સૌરભ નર્સરી નારણપુરા, વિશ્વ નર્સરી ચાંદખેડા, સાયન્સ સીટી નર્સરીમાં ફ્લાવર શો ના છોડ વેચાણ માટે રાખવામાં આવ્યા છે.

આ છોડની કિંમતની વાત કરવામાં આવે તો 10 રૂપિયા થી માંડીને 1,000 સુધીની છે. જેમાં ઓર્નામેન્ટલ છોડની કિંમત 20 રૂપિયા છે, પીટુનીયાના છોડ ની કિંમત 20 રુપિયા, કેલેન્ચાની કિંમત 20 છે. જો તમે જથ્થાબંધ રોપા લેવા માંગતા હો તો તેની કિંમત રુપિયા 6 થી લઈને150 રૂપિયા સુધીની છે. આજે આ ફૂલ વેચાણનો અંતિમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે, 14 દિવસ ચાલેલા ફ્લાવર શોમાં 13 લાખ લોકોએ મુલાકાત લીધી હતી અને કોર્પોરેશને આ સમયગાળામાં 8 કરોડથી વધુની કમાણી કરી છે.

અમદાવાદમાં ફુલાવર શોનું સમાપન (Etv Bharat Gujarat)

ફૂલ છોડ લેવા માટે આવેલા ગ્રાહક અને નેચર પ્રેમીઓએ જણાવ્યું હતું કે, અમે ફ્લાવર શોંની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં અમને બહુ જ સરસ છોડ અને રોપા જોવાની મજા આવી હતી, ત્યારબાદ અમને ખબર પડી કે અહીંયા ફ્લાવર શોના ફૂલો નું વેચાણ થઈ રહ્યું છે તો તરત જ અમે સવારથી અહીંયા આવી ગયા હતા. અમે જુદા જુદા પ્રકારના છોડ ફૂલો ખરીદ્યા છે. અમે 200 છોડ લીધા અને આ છોડને અમે અમારા ગાર્ડનમાં લગાવીશું. અહીંયા થી પીટુનીયા ઓર્નામેન્ટલ છોડ અને સન ફ્લાવર અને બીજા ઘણા છોડ અને લેવા માટે આવ્યા છીએ.

અમદાવાદમાં ફુલાવર શોનું સમાપન (Etv Bharat Gujarat)
અમદાવાદમાં ફુલાવર શોનું સમાપન (Etv Bharat Gujarat)

ભાવનાબેન સુતરીયા એ જણાવ્યું હતું કે, હું અમદાવાદના સેટેલાઈટ વિસ્તારથી આવી છું, હું દર વર્ષે અહીંયા આવુ છું અને રસાલા નેચર પાર્ક મને પહેલાથી જ ખૂબ જ ગમે છે. મને ખબર પડી કે અહીંયા ફ્લાવર શોના છોડનું વેચાણ થઈ રહ્યું છે એટલે હું ફટાફટ આવીને મારા મનગમતા ફૂલો અને નર્સરીને ખરીદી લીધા. મારા ઘરમાં પણ ગાર્ડન છે તેની હું પોતે કાળજી રાખું છું. અહીંયાથી હું આજે 50 જેટલા છોડ લઈને જાઉં છું. અહીંયા બહુ જ નોમિનલ પ્રાઈઝમાં રોપા અને છોડ મળી રહ્યા છે.

અમદાવાદમાં ફુલાવર શોનું સમાપન (Etv Bharat Gujarat)
અમદાવાદમાં ફુલાવર શોનું સમાપન (Etv Bharat Gujarat)

આના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બગીચા ખાતાના ડાયરેક્ટરે માહિતી આપી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ નર્સરીમાં રોપાની ખરીદી થઈ રહી છે, જેમાં દેશ વિદેશના કિંમતી છોડને વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. 3 દિવસમાં રુપિયા 7,82,000ની આવક થઈ છે. અહીંયા છોડ લેવા માટે લોકોની સારી ભીડ આવી હતી. લોકોને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો અને લોકો પોતાની ઈચ્છા પ્રમાણે જુદા જુદા છોડ અને ફૂલો ખરીદીને ગયા છે.

આ પણ વાંચો:

  1. નાગપુર અને રાજસ્થાનથી લોકો ફ્લાવર શો જોવા આવ્યા, કહ્યું સોશિયલ મીડિયાથી ખબર પડી
  2. બોલો... હમણાં જ શરૂ થયો છે અમદાવાદનો ફ્લાવર શો અને નકલી ટિકિટ કૌભાંડ કરી નાખ્યું

ABOUT THE AUTHOR

...view details