અમદાવાદ: અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં લાઈફ લાઈન બનેલી મેટ્રોમાં (Ahmedabad Metro) મુસાફરી કરનારા મુસાફરો માટે મોટી સુવિધા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે તમારે કાઉન્ટર પર ટિકિટ લેવા લાઈનમાં ઊભા નહીં રહેવું પડે. તમે તમારા ફોનમાંથી જ ટિકિટ ખરીદીને સીધી મેટ્રોમાં મુસાફરી કરી શકો છો. આ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા Ahmedabad Metro (Official) એપ લોન્ચ કરાઈ છે. ત્યારે આ એપ દ્વારા તમે કેવી રીતે માત્ર 3 જ સટેપમાં ટિકિટ બુક કરી શકો છો.
આ રીતે બુક કરો ટિકિટ
- સૌથી પહેલા તમારા ફોનમાં Ahmedabad Metro ની એપ ઓપન કરો.
- આ બાદ Book Ticket ઓપ્શન પર ક્લિક કરો.
- આ પછી તમારે કયા સ્ટેશનથી કયા સ્ટેશન સુધી મુસાફરી કરવી છે તે પસંદ કરો.
- આ પછી કેટલા પેસેન્જર માટે ટિકિટ લેવી છે, તે આંકડો પસંદ કરો.
- આ પછી નીચે આપેલા Confirm Ticket પર ક્લિક કરો.
- આગળા પગલામાં Pay (via PayU) ઓપ્શન પર ક્લિક કરીને પેમેન્ટ કરીને ટિકિટ બુક કરી લો.
એપ ઓપન કરતા ટિકિટ બુકનું ઓપ્શન દેખાશે (GMRCL) ગંતવ્ય સ્થાન પસંદ કરો (GMRCL) UPIથી પેમેન્ટ કરીને ટિકિટ બુક કન્ફર્મ કરો (GMRCL) એપ્લિકેશનમાં અન્ય શું સુવિધાઓ મળશે?
આ એપ્લિકેશનની અંદર તમને ટિકિટ બુક કરવાનું, ટિકિટ જોવાનું, ટિકિટનું ભાડું કેટલું રહેશે? સ્ટેશનનું લિસ્ટ, મેટ્રોનો મેપ તથા કયા સમયે મેટ્રો ટ્રેન આવશે તે સહિતની તમામ અન્ય માહિતી પણ જોવા મળશે. ખાસ બાબત એ છે કે એપ દ્વારા લેવામાં આવેલી ટિકિટ 2 કલાક માટે જ માન્ય રહેશે. આથી ટિકિટ બુક કરતા પહેલા તેનો સમય ખાસ ચકાસવો.
એપના કારણે ટિકિટ માટે લાઈનમાં ઊભા નહીં રહેવું પડે
નોંધનીય છે કે, અમદાવાદ મેટ્રોમાં રોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમમાં નોકરી તથા કામ ધંધા માટે આવતા સહિત અન્ય લોકો ટ્રાફિકમાં સમય બચાવવા તથા પેટ્રોલનો ખર્ચ બચાવવા માટે મેટ્રોમાં મુસાફરી કરતા હોય છે. કેટલીકવાર ટિકિટ બારીએ ટિકિટ લેતા સમયે મેટ્રો નીકળી જવાથી તેમણે ફરી થોડા સમય માટે રાહ જોવી પડતી હોય છે, એવામાં આ એપ દ્વારા ટિકિટ લેવા પર તેમનો સમય બચશે.
આ પણ વાંચો:
- MLA કાંતિ અમૃતિયાના નામે નોકરી આપવાના મેસેજ વાયરલ, જાણો ધારાસભ્યએ શું જવાબ આપ્યો?
- ગુજરાતના આ ગામના લોકોને નથી આવતું લાઈટ બિલ, જાણો દેશના પ્રથમ સરહદી સોલાર વીલેજ વિશે