ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદઃ નવું સીમકાર્ડ ખરીદનારાઓના ડોક્યુમેન્ટ્સથી બીજુ સીમ બનાવી દુબઈ મોકલાતું, 3 ઝડપાયા - FAKE SIM ORIGINAL DOCUMENTS SCAM

અમદાવાદ સાયબર ક્રાઈમે કરી તપાસ અને ખુલ્યું ડેટા પ્રાઈવસીને લઈને ડમી સીમકાર્ડ કાંડ...

અમદાવાદ સાયબર ક્રાઈમને મળી સફળતા
અમદાવાદ સાયબર ક્રાઈમને મળી સફળતા (AHMEDABAD CYBER CRIME DEPARTMENT)

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2024, 8:09 PM IST

અમદાવાદઃ અમદાવાદની સાયબર ક્રાઈમ શાખા દ્વારા સતત વધી રહેલા સાયબર એટેક્સને લઈને ગુનેગારોના વિવિધ પાસાઓ અને ગુનાહીત પ્રવૃત્તિઓ પર કાર્યવાહીઓ કરવામાં આવે છે. આજે જ્યારે લગભગ દરેક વ્યક્તિ પોતાના ડેટા પ્રાઈવસીને લઈને ચિંતિત છે ત્યારે તેમના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ ગુનાહીત પ્રવૃત્તિમાં કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ સાયબર ક્રાઈમની શાખાના હાથે લાગેલા આ શખ્સ પાસેથી થયો છે.

ઘટના એવી છે કે, ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સુપ્રીટેન્ડેન્ટને એક ખાસ વિગતો મળી હતી જે તેમણે સાયબર ક્રાઈમ અમદાવાદને આપી હતી. તે માહિતી પ્રમાણે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે જે દુબઈ મોકલવાનું હતું જે પાર્સલમાં 55 સીમકાર્ડ છે માટે તેમણે શંકા વ્યક્ત કરી હતી.

તમામ કાર્ડ AIRTEL 5GPLUS કંપનીના

વધારે સંખ્યામાં સીમકાર્ડ હોવાનું જાણતા જ સાયબર ક્રાઈમ વિભાગને પણ શંકા થઈ હતી. તેમાં પાછું આ તમામ કાર્ડ AIRTEL 5GPLUS કંપનીના હતા. જે તે સમયે પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં તેમણે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ સુધીના તાર મળ્યા અને પોલીસે તેમને પૂછપરછ કરતા તેમની પાસે ફેબ્રુઆરી 2024માં નવા સીમ ખરીદવા આવતા ગ્રાહકોના તેઓ બે સીમ કાર્ડ કાઢતા હતા. એક ગ્રાહકને આપતા અને બીજું પોતાની પાસે રાખતા હતા.

કેવી રીતે ડમી સીમકાર્ડ બનતું

તે આ અંગે ગ્રાહકના ડોક્યુમેન્ટ્સની બે કોપીઝ કાઢી લેતા હતા. જેમાં ડીજીટલ પ્રોસેસથી ગ્રાહકના ફીંગરપ્રીંટ (બાયોમેટ્રીક) અને આધારકાર્ડ નંબર નાખી તેઓ સીમ કાર્ડ કાઢતા હતા. તથા ઓફલાઈન પ્રોસેસથી ગ્રાહકોના ફોટો પાડી ગ્રાહકના આધારકાર્ડનો ફોટો અપલોડ કરી ગ્રાહકના નામે સીમકાર્ડ કાઢતા હતા. આમ એક જ ગ્રાહકના નામે બે સીમકાર્ડ કાઢતા જેમાંથી એક તેઓ ગ્રાહકને આપતા, ગ્રાહક સીમકાર્ડ લઈ સંતોષકારક રીતે ત્યાંથી રવાના થઈ જતો પરંતુ આ બાજુ બીજું સીમકાર્ડ તેઓ પોતાની પાસે રાખતા હતા. આ ડમી સીમકાર્ડ તેમણે ભેગા કર્યા હતા.

દુબઈમાં આ સીમકાર્ડનો ઉપયોગ

ગ્રાહકોના ડોક્યુમેન્ટથી આ શખ્સો ડમી કાર્ડ બનાવતા અને તે ડમી કાર્ડ્સને તે દુબઈ મોકલવા માગતા હતા. તેઓએ કુલ 55 સીમકાર્ડ ડમી બનાવ્યા હતા. જેને તેઓ દુબઈમાં ગુનાહીત પ્રવૃત્તિઓ માટે મોકલવા માગતા હતા. જોકે પાર્સલ પકડાઈ ગયું હતું. તેમણે એવું પણ ભેજું દોડાવ્યું કે પાર્સલ મોકલનારની ઓળખ પણ અજાણ્યા વ્યક્તિના નામે લખી હતી. આ મામલે પોલીસે હવે ફરિયાદ દાખલ કરીને આ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં વડોદરા દંતેશ્વર તલાવડી પાસે રહેતો રાહુલ બંકીમચંદ્ર શાહ, ભરૂચના અંડાણા ગામનો કાન્તી ચકુર બલદાણીયા અને વડોદરાના વડસર બ્રીજ પાસેની લવકુશનગરી સોસાયટીમાં રહેતો અજય રમેશ ભાલીયા સામે ફરિયાદ થઈ છે. આ શખ્સોને ઝડપી હવે પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે.

  1. સોશિયલ મીડિયા પોસ્ટ પર આપત્તિજનક ટિપ્પણી કરવી પડી મોંઘી, પોલીસે આરોપીને દબોચ્યો
  2. અમરેલીમાં 2 સિંહ મિત્રોની જોડી ખંડીત, 1 સિંહનું ટ્રેનની અડફેટે મોત, સિંહ પ્રેમીઓમાં શોક

ABOUT THE AUTHOR

...view details