ગુજરાત

gujarat

ETV Bharat / state

હજ યાત્રિકો આ તારીખ સુધી કરી શકે છે એડવાન્સ પેમેન્ટ, કયા કયા દસ્તાવેજો જમા કરાવવાના રહેશે જાણો...

હજ 2025 માટે પસંદગી પામેલા યાત્રીકોને એડવાન્સ હજ પેમેન્ટ અને જરૂરી દસ્તાવેજ જમા કરાવવા માટે ગુજરાત રાજ્યના હજ કમિટી દ્વારા અમદાવાદના કાલુપુરમાં વ્યવસ્થા કરાઈ હતી.

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

હજ યાત્રિકો આ તારીખ સુધી કરી શકે છે એડવાન્સ પેમેન્ટ
હજ યાત્રિકો આ તારીખ સુધી કરી શકે છે એડવાન્સ પેમેન્ટ (ETV Bharat Gujarat)

અમદાવાદ: હજ 2025 માટે રેન્ડમ ડીજીટલ સીલેક્શન પધ્ધતિ દ્વારા હજ યાત્રિકોની પસંદગી પ્રક્રિયા યોજવામાં આવી હતી. પસંદગી થયા બાદ એડવાન્સ હજ પેમેન્ટ અને જરૂરી દસ્તાવેજ જમા કરાવવા માટે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા અમદાવાદના કાલુપુર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.

હજ યાત્રિકોના કવર નંબર પ્રકાશિત કરવાની વ્યવસ્થા કરાઈ: આ અંગે ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ ઈકબાલ સૈયદે જણાવ્યું કે,'હજ 2025 માટે હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા લઘુમતિ બાબતોના મંત્રાલય, નવી દિલ્હીની બ્રાન્ચ ઓફીસ ખાતેથી રેન્ડમ ડીજીટલ સીલેક્શન પધ્ધતિથી હજ યાત્રિકોની પસંદગી કરવામાં આવી છે. લાઈવ ટેલિકાસ્ટની તથા પસંદગી પામેલા હજ યાત્રિકોના કવર નંબર પ્રકાશિત કરવાની વ્યવસ્થા ગુજરાત રાજ્ય હજ કમિટીની ટીમ દ્વારા અમદાવાદમાં જુહાપુરાના ગાંધી હોલ ખાતે કરવામાં આવી હતી.

હજ યાત્રિકો આ તારીખ સુધી કરી શકે છે એડવાન્સ પેમેન્ટ (ETV Bharat Gujarat)

હજ યાત્રિકોએ કુલ 1,30,300 રૂપિયા જમા કરવા પડશે:ગુજરાત રાજ્યમાંથી 15,899 જેટલા હાજીયોની પસંદગી બદલ ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ ઇકબાલ સૈયદ તેમજ તમામ સભ્યો પસંદગી પામેલા સર્વે હજ યાત્રીઓને હજની મુબારકબાદી પાઠવી હતી. હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા મુંબઈના પરિપત્ર 8 મુજબ પસંદગી પામેલા હજ યાત્રિકોએ હજ ગાઈડલાઈન્સ 2025ના પારા 19 મુજબ હાજી દીઠ એડવાન્સ હજ અમાઉન્ટ રૂ. 1,28,000/-, નોન-રીફન્ડેબલ પ્રોસેસીંગ ફી રૂ. 300 અને પરચૂરણ ખર્ચ રૂ. 2000 મળીને કુલ રકમ રૂ. 1,30,300 નિયત કરેલી બેન્કમાં જમા કરાવવાના રહેશે. જે તારીખ 8 ઓક્ટોબર 2024 થી તારીખ 21 ઓક્ટોબર 2024 સુધી હજ કમિટી ઓફ ઈન્ડિયા મુંબઈના એકાઉન્ટમા નીચે મુજબ કોઈ એક પધ્ધતિથી જમા કરાવી શકાશે.

હજ યાત્રિકો (ETV Bharat Gujarat)

હજ કમિટી ઓફ ઈન્ડિયાના મુંબઈના એકાઉન્ટમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની કોઈ પણ બ્રાન્ચમાં હજ કમીટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર આપેલ નિયત રેફરન્સ નંબરનો ઉલ્લેખ કરી ભરી શકાશે.

ઉપરોક્ત રકમ ભરી નીચે મુજબના દસ્તાવેજો અમદાવાદના કાલુપુર સ્થિત હજ હાઉસમાં તારીખ 23 ઓક્ટોબર 2024 સુધી જમા કરાવવાનાં રહેશે.

  1. હજ એપ્લીકેશન ફોર્મ (નોંધ-ફોર્મની pdf લોગીન કરી નવી લેટેસ્ટ ડાઉનલોડ કરીને જરૂરી સાઈન કરીને જમા કરાવવાની રહેશે.)
  2. સોલેમન ડિક્લેરેશન/અન્ડર ટેકિંગ
  3. પે-ઈન-સ્લીપની કોપી/ઓનલાઈન રીસીપ્ટ (HCol Copy)
  4. મેડિકલ સ્ક્રીનીંગ અને ફીટનેસ સર્ટીફીકેટ (હજ કમીટીની વેબસાઈટ પર આપેલ નિયત નમૂના મુજબ)
  5. ઓરીજીનલ ઈન્ટરનેશન પાસપોર્ટના પહેલા અને છેલ્લા પેજની સ્વ-પ્રમાણિત નકલ (કોપી)

આ અંગે અમદાવાદ હજ ફિલ્ડટ્રેનર મુદ્દસરભાઇએ જણાવ્યું હતું કે,'જે લોકોના નંબર જવા માટે લાગી ગયા છે એ હજ યાત્રીઓ પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે હજ કમિટીમાં આવી રહ્યા છે અને પહેલા હપ્તાની રકમ પણ જમા કરાવી રહ્યા છે. દરરોજ 400 થી 500 હજયાત્રીઓ કાલુપુરમાં પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે આવે છે અને એમને તમામ પ્રકારની માહિતી હજ કમિટી અને હજ કમિટીના ફિલ્ડ ટ્રેનરો દ્વારા આપવામાં આવી રહી છે.'

ગાંધી હોલ (ETV Bharat Gujarat)

અહીં ડોક્યુમેન્ટ અને પેમેન્ટ જમા કરાવવા માટે આવનાર એક હજ યાત્રીએ જણાવ્યું હતું કે,'મને બહુ જ ખુશી થાય છે, કે હું આ વર્ષે હજ યાત્રા કરવા માટે જવાનો છું. મારો ડ્રોમાં નંબર લાગી ગયો છે અને આજે હું મારી પહેલા હપ્તાની રકમ અને હજ માટે નામ લાગતા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ લઈને હજ હાઉસમાં આવ્યો છું. હજ હાઉસમાં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.'

આ પણ વાંચો:

  1. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં ₹5,11,101 લાખનો ચેક અપાયો
  2. કચ્છના બન્ની વિસ્તારમાં પશુ પ્રદર્શન, 1 લાખથી લઈને 10 લાખ સુધીની ભેંસ લઈને આવ્યા પશુ પાલકો

ABOUT THE AUTHOR

...view details