ગુજરાત

gujarat

ETV Bharat / state

આસારામને મળવા માટે નારાયણ સાંઇને 11 વર્ષ બાદ HCમાંથી મળ્યા જામીન

દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં સજા કાપી રહેલાં નારાયણ સાંઈને વૃદ્ધ પિતા આસારામને મળવા માટે ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈએ કરેલી અરજીને મંજૂરી આપી છે.

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

નારાયણ સાંઇને HCમાંથી મળ્યા જામીન
નારાયણ સાંઇને HCમાંથી મળ્યા જામીન (Etv Bharat Gujarat)

અમદાવાદ: દુષ્કર્મ કેસનો આરોપી નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે. નારાયણ સાંઈએ જોધપુર જેલમાં બંધ પિતા આસારામને મળવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે નારાયણ સાંઈને આસારામને મળવા માટે શરતી મંજૂરી આપી છે.

આ મુદ્દે નારાયણ સાંઈના વકીલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, 'આસારામનું સ્વાસ્થ સારું નથી, તેની તબિયત સારી ન હોવાથી તે જોધપુર જેલ જઈને તેમને મળવા માંગે છે.' આ મામલે રાજ્ય સરકારે નારાયણ સાંઈની અરજીનો વિરોધ કર્યો હતો અને સરકારે જણાવ્યું હતું કે, 'આસારામના મોટી સંખ્યામાં ફોલોવર્સ અને માનનારા લોકો છે, આવી સ્થિતિમાં જો તેઓ એકઠા થશે. તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે એમ છે.'

સાત દિવસમાં રૂપિયા જમા કરાવવાનો કરાયો આદેશ:પરંતુ હાઇકોર્ટે નારાયણ સાંઈને થોડી રાહત આપતા હવાઈ મુસાફરી દ્વારા આસારામને મળવાનું કહ્યું છે. રાજ્ય સરકારે હુકમ કર્યો છે કે, 'નારાયણ સાથે પોલીસ અધિકારી અને કર્મચારીઓ જશે અને તેમનો ખર્ચ પણ તે જ ઉઠાવશે. ત્યારબાદ હાઇકોર્ટે નારાયણ સાંઈને દસ લાખ રૂપિયા જમા કરાવવા માટે જણાવ્યું ત્યાર પછી જે ખર્ચ થશે. તે કાપીને બાકીની રકમ પરત કરી દેવામાં આવશે. હાઇકોર્ટે આ અંગેની તમામ વિગતો અને શરત જણાવતા કહ્યું કે, 'ક્યારે કઈ ફ્લાઇટ હશે? શું સમય હશે? અને કયા રુટથી લઈ જવામાં આવશે? આ બધું સરકાર નક્કી કરશે. જેથી કોઈ ભીડભાળ ન થાય.' ગુજરાત હાઇકોર્ટે સાત દિવસમાં સરકાર પાસે પૈસા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. તો ગુજરાત હાઇકોર્ટના લેખિત આદેશ આવ્યા પછી જ તમામ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આસારામને આજીવન કેદની સજા સંભળાવાઈ હતી: ઉલ્લેખનીય છે કે આસારામ જોધપુરની સેન્ટ્રલ જેલમાં જીવન કેદની સજા ભોગવી રહ્યો છે. આશારામ પર એક યુવતીએ જોધપુર નજીકના આશ્રમમાં બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, '15 ઓગસ્ટ 2013ની રાત્રે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ મામલે 2018માં આસારામને જોધપુરની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તે દોશી સાબિત થવાથી આજીવન કેદની સજા સાંભળવામાં આવી હતી. હાલમાં સપ્ટેમ્બર મહિનામાં તેમને પહેલીવાર સાત દિવસના જામીન મળ્યા હતા.

નારાયણ સાંઈ જે આસારામનો પુત્ર છે તેના ઉપર પણ દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. નારાયણ સાંઈએ પણ 2013માં સુરતની બે મહિલાઓ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડીતાએ આરોપ લગાવ્યો હતો કે, આસારામ અને નારાયણ સાંઈએ તેમની સાથે દુષ્કર્મ આચર્યું છે.

આ પણ વાંચો:

  1. ખાતરની અછત વચ્ચે કચ્છમાં નીમ કોટેડ યુરિયા ખાતર ભરેલું આખું વાહન પકડાયું, 2 શખ્સોની અટકાયત
  2. Police Recruitment: પોલીસની 3800 જગ્યાઓ પર થશે ભરતી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારનું મોટું નિવેદન

ABOUT THE AUTHOR

...view details