ગુજરાત

gujarat

ETV Bharat / state

કન્ટેનરમાંથી ઝડપાઈ વિદેશી દારૂની બોટલો, કન્ટેનરમાં થતી હતી હેરાફેરી - FOREIGN LIQUOR SEIZED

ભારતીય બનાવટની વિદેશી દારૂની 3300 નંગ અને બિયરના ટીન 2256 નંગ મળીને કુલ 38 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદથી ઝડપાઇ વિદેશી દારૂની બોટલો
અમદાવાદથી ઝડપાઇ વિદેશી દારૂની બોટલો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 21, 2025, 11:11 AM IST

અમદાવાદ:શહેરના રામોલ વિસ્તારમાંથી પોલીસને મળેલી બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર સહિતનો 38 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ મોડી રાત્રે બંધ બોડી કન્ટેનરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. રામલ પોલીસને મળેલી બાતમીના આધારે રામોલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની 3300 નંગ અને બિયરના ટીન 2256 નંગ મળી કુલ 38 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

કન્ટેનરમાં ગુપ્ત ખાનું બનાવી થતી હતી હેરાફેરી: ગત મોડી રાત્રી દરમિયાન રામોલ અદાણી સર્કલથી વાંચ ગામ તરફ જતા રોડ પર આવેલ કાબરા ટ્રાન્સપોર્ટ તરફ જવાના રસ્તા પર અશોક લેલન બંધ બોડીના કન્ટેનર GJ-01-DV-2743 માં ગુપ્ત બોક્સ બનાવવામાં આવ્યા હતા. તેમાં દારૂની હેરાફેરી કરતા દેવેન્દ્ર ધનારામ જાટ અને સોહનલાલ હનુમાનરામ જાટને 38,28,920 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી રામોલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કુલ 38 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા (Etv Bharat Gujarat)

ગુનાની કહી વોન્ટેડ આરોપી સુભાષ બિશ્રોઈ સુધી પહોંચી:બંને આરોપીઓની પૂછતાછ કરતા તેની કડી વોન્ટેડ આરોપી સુભાષ બિશ્રોઈ સુધી પહોંચી રહી છે. રાજસ્થાનમાં રહેતા આ સુભાષ બિશ્રોઈ દ્વારા ગુપ્ત ખાનું બનાવી તેમાં આ દારૂનો જથ્થો મુકાવીને અમદાવાદમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કહેવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી: હાલ રામોલ પોલીસ દ્વારા આ તમામ આરોપીઓ વિરુદ્ધ ધી પ્રોહી કલમ 65(E), 11(B), 81, 98(2) હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. 'વિદેશી દારૂ પણ મેડ ઇન કડી..' જી હા કડીમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
  2. શાકભાજી લેવા નીકળે એમ મહિલા દારૂ થેલામાં લઈને નીકળી : જાહેર રસ્તા પરથી ઝડપાઇ

ABOUT THE AUTHOR

...view details